• ડિજિટલ ડિવાઈસ અંગે તપાસ કરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી

  • સ્ટોક એડવાઈઝર ભશીનનો IIF સિક્યુરિટીઝ સાથેનો કરાર સમય પહેલા પૂર્ણ
  • સંજીવ ભશીન કરારના આધારે આઈઆઈએફએલ સિક્યુરિટીઝ સાથે જોડાયેલા હતા

અમદાવાદ । માર્કેટ રેગ્યૂલેટર સિક્યુરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી કંપની આઈઆઈએફએલ સિક્યુરિટિઝ સાથે જોડાયેલા સંજીવ ભશીન સામે માર્કેટ સાથે ચેડાં કરવાના આરોપ અંગે તપાસ હાથ ધરી છે.

સેબીના અધિકારીઓએ તપાસના ભાગરૂપે સંજીવ ભશીનના ડિજિટલ ડિવાઈસ અંગે તપાસ હાથ ધરી છે અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી આરંભી છે. બીજી તરફ આઈઆઈએફ સિક્યુરિટિઝએ ખુલાસો કર્યો છે કે, ભશીન તેમના બોર્ડ ડિરકેટર્સના સભ્ય નથી અને કંપની સાથેનો તેમનો કરાર સમય પહેલા જ પૂર્ણ થઈ ગયો હતો. સંજીવ ભશીન કરારના આધારે આઈઆઈએફએલ સિક્યુરિટીઝ સાથે જોડાયેલા હતા. જે કરાર 30 જૂન 2024ના રોજ પૂર્ણ થનાર હતો. પણ આરોગ્ય કારણોસર આ કરાર સમય પહેલા જ સમાપ્ત કરવામાં આવ્યો હતો. કરાર સમાપ્તિનો અમલ 17 જૂન 2024થી કરવામાં આવ્યો હતો. સંજીવ ભશીન બિઝનેસ ટી.વી. ચેનલ્સ પર જાણીતો ચહેરો છે. જ્યાં તેઓ સ્ટોક આઈડિયા અને માર્કેટની ચાલ અંગે ચર્ચા કરતાં જોવા મળે છે.


  • Follow us on: