ભારતીય શેરબજારના મુખ્ય સુચકાંકો આજે સતત બીજા દિવસે નજીવા વધીને બંધ રહ્યા હતા. જોકે યુએસ સાથે ટ્રેડ ડિલની આશા અને એફઆઇઆઇની સતત નેટ લેવાલીને પગલે ઊભા થયેલા આશાવાદ સામે પાકિસ્તાન સાથેના વધતાં તણાવે દબાણ વધારતા સુચકાંકોમાં સુધારો બહુ જ સીમિત રહ્યો હતો. આજના રેન્જબાઉન્ડ સેશનમાં જોકે સતત ઉતારચઢાવ વચ્ચે અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો હતો. ગઇ કાલે 5.27 ટકાના વધારા પછી ઇન્ડેક્સ હેવિવેઇટ રિલાયન્સમાં આજે પણ 2.32 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

પ્રારંભે 178 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સે આજે ઇન્ટ્રા ડેમાં 80,661ની હાઇ અને 80,122ની લો સપાટી બનાવી હતી અને 539 પોઇન્ટની વધઘટને અંતે 70 પોઇન્ટ એટલે કે 0.09 ટકા વધીને 80,288ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ પ્રારંભે 42 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા .ડેમાં 24,457ની હાઇ અને 24,290ની લો સપાટી બનાવી હતી અને 167 પોઇન્ટની વધઘટને અંતે 7 પોઇન્ટ એટલે કે 0.03 ટકા વધીને 24,335ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 97 પોઇન્ટ એટલે કે 0.23 ટકા વધીને 43,194ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 45 પોઇન્ટ એટલે કે 0.09 ટકા વધીને 48,238ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ જોકે 606 પોઇન્ટ એટલે કે 0.65 ટકા ઘટીને 93,143ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,054 શેર પૈકી 1,830 વધીને, 2,095 ઘટીને અને 129 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 426.11 લાખ કરોડ એટલે કે 5 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇકાલના રૂ. 426.10 લાખ કરોડ રૂ. 10,000 કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 14 અને નિફ્ટીના 50 પૈકી 19 શેર વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેર પૈકી રિલાયન્સમાં 2.32 ટકાનો અને ટેફેમહિન્દ્રામાં 2.14 ટકાનો વધારો જ્યારે સન ફાર્મામાં 2.01 ટકાનો અને અલ્ટ્રાટ્રેફેસિમેન્ટમાં 1.99 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના શેર પૈકી ટ્રેન્ટમાં 5.77 ટકાનો અને બીઇએલમાં 3.97 ટકાનો વધારો, જ્યારે કોલ ઇન્ડિયામાં 2.13 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 2.53 ટકા વધીને 17.37 થયો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી ત્રણ વધીને જ્યારે 11 ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી આઇટી 1.23 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી ફાર્મા 1.06 ટકા અને મેટલ 0.95 ટકા ઘટયો હતો.