આજે સ્થાનિક બુલિયન બજારમાં સોના અને ચાંદીમાં મંદી આગળ વધી હતી અને 24 કેરેટ સોનું રૂ. 200ના ઘટાડા સાથે રૂ. 92,200ની સપાટીએ પહોંચ્યું હતું.

જ્યારે ચાંદીમાં સતત બીજા દિવસે રૂ. 3,500નો કડાકો બોલાતા ચાંદી કિલોએ રૂ. 92,500ની સપાટીએ પહોંચી ગઇ હતી. આ સાથે બે દિવસમાં ચાંદીમાં રૂ. 7,000નું ગાબડું પડયું છે. દરમિયાન આજે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો અને આ ભાવ પ્રતિ ઔંસ 0.5 ટકા ઘટીને 3,097 ડોલરની સપાટીએ પહોંચ્યા હતા.