અમદાવાદ સોના-ચાંદી બજારમાં મંગળવારે ચાંદીમાં 500 રૂપિયા વધ્યા હતા. જ્યારે સોનામાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે મંગળવારે અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 91,200 રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ 91,500 રૂપિયા રહ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનું 28 ડોલર ઘટીને 3,008 રૂપિયા પ્રતિ ઔંસ રહ્યું હતું. ચાંદીમાં 17 સેંન્ટ ઘટીને 30.28 ડોલર પ્રતિ ઔંસ ચાંદી થઇ હતી. કોમેક્સ બજારમાં 51 ડોલર વધીને સોનું 3,034.60 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે કોમેક્સ ચાંદી 6.61 સેંન્ટ વધીને 30,265 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.
મંગળવારે MCX સોના-ચાંદીમાં ભારે તેજી જોવા મળી હતી. સોનું 1,247 રૂપિયા વધીને 88,175 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. જ્યારે ચાંદી 1,675 રૂપિયા વધીને 89,923 રૂપિયા પ્રતિ કિલો થવા પામી હતી. અમેરિકાની ટેરિફ નીતિના કારણે વિશ્વભરના શેરબજારોમાં હાહાકાર મચી ગયો છે. શેરબજાર કકડભૂસ થઇ રહ્યા છે. જેમાં રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાઇ ગયા છે. બીજી બાજુ સોના-ચાંદીમાં એપ્રિલ માસમાં પીછેહટ બાદ સોના-ચાંદી બજાર હાલ ધીમેધીમે પણ મક્કમગતિએ આગળ વધી રહ્યું છે. જેને લઇને રોકાણકારો તેની તરફ આકર્ષાઇ રહ્યા છે.
