એપ્રિલ મહિનામાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) અંતર્ગત મ્યુચ્યુઅલ ફંડોમાં કરવામાં આવતા રોકાણનો આંકડો ભલે રૂ. 26,632 કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હોય, પરંતુ હકીકત એ છે કે એસઆઇપી સ્ટોપેજ રેશિયો પણ આ મહિનામાં 296 ટકાની એટલે કે લગભગ 300 ટકા જેટલી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.


એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઇ)એ જારી કરેલા આંકડા મુજબ એપ્રિલ મહિનામાં કુલ 1.36 કરોડ બંધ કરવામાં આવ્યા છે અથવા તો પાકી ગયા છે, જેની તુલનાએ નવા ખુલેલા ખાતાની સંખ્યા 46 લાખ છે. આથી બંધ-પાકી ગયેલા ખાતા અને નવા ખુલેલા ખાતાનો રેશિયો 296 ટકા થાય છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી, 2025થી એસઆઇપી ખાતાના સ્ટોપેજ રેશિયોમાં સતત વધારો થઇ રહ્યો છે અને છેલ્લા ચાર મહિનામાં આ રેશિયો 100 ટકાથી ઉપર રહ્યો છે. આનો અર્થ એ થાય છે કે છેલ્લા ચાર મહિનાથી બંધ પડેલા એસઆઇપી ખાતાની સંખ્યા નવા ખુલેલા ખાતાની સંખ્યા કરતા વધું છે.


  • Follow us on: