• NSEના નિફ્ટીમાં 0.088%નો સુધારો
  • BSEના સેન્સેક્સમાં 0.042%નો વધારો
  • સેન્સેકસ 24 પોઈન્ટના વધારા સાથે બંધ

શેરબજારમાં આજે એટલે કે બુધવારે (7 જાન્યુઆરી) ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 34 પોઈન્ટના ઘટાડા સાથે 72,210 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં 1 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 21,930 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 વધ્યા અને 12 ઘટ્યા. આઇટી અને પાવર શેર વધુ ઘટ્યા છે.

Paytmના CEO વિજય શેખર શર્માની નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાથેની બેઠકના સમાચાર બાદ આજે Paytmના શેરમાં 10%નો વધારો થયો છે. તે રૂ. 45.10 વધી રૂ. 496.25 પર બંધ રહ્યો હતો. પેટીએમના શેરમાં સતત બીજા દિવસે વધારો થયો છે.


ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી

અગાઉ ગઈકાલે એટલે કે 6 જાન્યુઆરીએ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 454 પોઈન્ટના વધારા સાથે 72,186 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 157 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 21,929ના સ્તરે બંધ થયો હતો.


સેકટર્સની સ્થિતિ

આજના કારોબારમાં ફરી એકવાર મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી જોવા મળી હતી. નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ 49,430 પોઈન્ટની વિક્રમી ટોચે પહોંચ્યો હતો જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સ 16,653 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. આ સિવાય બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર પણ મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે ઓટો અને આઈટી સેક્ટરના શેરો ઘટીને બંધ થયા છે.



 

  • Follow us on: