• સેન્સેક્સમાં 1.08 ટકાનો ઘટાડો નોંધાયો
  • નિફ્ટીમાં 1.17 ટકાનો ઘટાડો
  • સવારે પણ માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો

ભારતીય શેરબજાર આજે એટલે કે, 02 ઓગસ્ટ શુક્રવારે મસમોટા ગાબડાં સાથે બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 700 પોઈન્ટ તૂટીને ખુલ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25000ની નીચે સરકી ગયો હતો. આઈટી અને ઓટો શેરોમાં ભારે વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ભારે ધોવાણ થયું છે.


શેરબજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 886 પોઈન્ટ ઘટીને 81000ની નીચે 80,982 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 311 પોઈન્ટના ઘટાડા સાથે 24,699.50 પોઈન્ટ પર બંધ થયો હતો.


ગઈકાલે શેરબજારે નવી ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી

અગાઉ ગઈકાલે એટલે કે 1લી ઓગસ્ટના રોજ શેરબજારે નવી ઓલ ટાઈમ હાઈ બનાવી હતી. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 82,129ના સ્તરને સ્પર્શ્યો અને નિફ્ટી 25,078ના સ્તરને સ્પર્શ્યો હતો.

જોકે આ પછી બજાર થોડું નીચે આવ્યું અને સેન્સેક્સ 126 પોઈન્ટના વધારા સાથે 81,867 પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટીમાં 59 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો, તે 25,010ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15માં ઉછાળો અને 15માં ઘટાડો જોવા મળ્યો હતો. 

 રોકાણકારોને કરોડોનું ધોવાણ

શેરબજારમાં વેચવાને લીધે રોકાણકોરને ભારે નુકસાન ઉઠાવવું પડયું હતું. બીએસઈ પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ તૂટીને 457.23  લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે. જે ગત સત્રમાં 461.62  લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. એટલે કે, આજના કારોબારી સત્રમાં રોકાણકારોને 4.39 લાખ કરોડ રૂપિયાનું ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

  • Follow us on: