ભારતીય શેરબજાર આજે એટલે કે, 04 ઑક્ટોબરે શુક્રવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 400 પોઈન્ટ તૂટીને ખુલ્યું હતું. સેન્સેક્સ 808 પોઈન્ટના ઘટાડા સાથે 81,688 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 200 પોઈન્ટ ઘટીને 25,049ના સ્તર પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 21 ઘટ્યા અને 9 વધ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 37 ઘટ્યા અને 13 વધ્યા. એનએસઈના આઈટી સેક્ટર સિવાય તમામમાં ઘટાડો જોવા મળ્યો હતો. મીડિયા સેક્ટરમાં સૌથી વધુ 2.53%નો ઘટાડો થયો છે.
સેન્સેક્સની 30માંથી 22 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા
આજે એટલે કે શુક્રવારે સેન્સેક્સની 30માંથી 22 કંપનીઓના શેર લાલ નિશાનમાં અને બાકીની 8 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. એ જ રીતે નિફ્ટી 50માં 50માંથી 37 કંપનીઓના શેર લાલ નિશાનમાં અને 13 કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા.
આ શેર્સ મિડકેપ અને સ્મોલકેપમાં તૂટ્યા
મિડકેપ કેટેગરીમાં સૌથી મોટો ઘટાડો એમએન્ડએમ ફાયનાન્સ શેરમાં થયો હતો અને તે 6.95 ટકા ઘટીને રૂપિયા 299.75 થયો હતો, આ સિવાય ગોદરેજ પ્રોપર્ટીઝ શેર 5.68 ટકા ઘટીને રૂપિયા 2893.90 થયો હતો, જ્યારે ગો-ડિજિટ શેર 4.92 ટકા ઘટીને રૂપિયા 379.15. સ્મોલકેપ્સમાં વક્રાંગી શેર 9.98 ટકા ઘટીને રૂપિયા 30.76 અને રિલાયન્સ ઇન્ફ્રા શેર 7.81 ટકા ઘટીને રૂપિયા 301.40 થયો હતો.
લાર્જ કેપમાં આ 10 શેર્સ તૂટી પડયા
| ક્રમ | શેર્સનું નામ
| કેટલા ટકા તૂટ્યો | તફાવત |
| 1 | M&M | 3.56 ટકા | 3017.60 રૂપિયા |
| 2 | Bajaj Fin | 3.49 ટકા | 7173.45 રૂપિયા |
| 3 | Nestle India | 3.09 ટકા | 2592.55 રૂપિયા |
| 4 | Asian Paints | 2.91 ટકા | 3058 રૂપિયા |
| 5 | Ultratech | 2.69 ટકા | 11407.0 રૂપિયા |
| 6 | Reliance | 1.26 ટકા | 2779.80 રૂપિયા |
| 7 | Adani Ports | 1.26 ટકા | 1407 રૂપિયા |
| 8 | ICICI Bank | 1.34 ટકા | 1239 રૂપિયા |
| 9 | HDFC Bank | 1.44 ટકા | 1658 રૂપિયા |
| 10 | HUL | 1.83 ટકા | 2842.40 રૂપિયા |
માર્કેટમાં રોકાણકારોના 3.70 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ
ભારતીય શેરબજારમાં કારોબારના છેલ્લા દિવસે આજે પણ બજારમાં વેચવાલીથી રોકાણકારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂપિયા 461.05 લાખ કરોડ પર બંધ થયું છે, જે અગાઉના સત્રમાં રૂપિયા 465.05 લાખ કરોડના લેવલે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂપિયા 3.70 લાખ કરોડનું નુકસાન થયું છે. આ અઠવાડિયે ભારતીય શેરબજારના માર્કેટ કેપમાં 17 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
ગુરુવારે બજારમાં વર્ષનો ચોથો સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો
અગાઉ ગઈકાલે એટલે કે 3જી ઑક્ટોબરે શેરબજારમાં વર્ષનો ચોથો સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1,769 પોઈન્ટ 2.10 ટકા ઘટીને 82,497 પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી પણ 546 પોઈન્ટ 2.12 ટકા ઘટીને 25,250ના સ્તર પર બંધ થયો હતો. ઓટો, એનર્જી, ફાયનાન્સ અને બેન્કિંગ શેર્સમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.