- NSEના નિફ્ટીમાં 2.05%નો વધારો
- BSEના સેન્સેક્સમાં 2.16%નો વધારો
- રોકાણકારોની સંપત્તિમાં 7.50 લાખ કરોડનો જોરદાર વધારો
ભારતીય શેરબજાર આજે સાતમી જૂને કારોબારના છેલ્લા દિવસે શુક્રવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. સેન્સેક્સ 1720 પોઈન્ટ ઉછળીને 76,795 પોઈન્ટની નવી ટોચે પહોંચ્યો હતો, જે 3 જૂનના રેકોર્ડ હાઈને તોડ્યો હતો.
નિફ્ટી પણ તેની જૂની ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શવાથી થોડી જ દૂર રહી હતી. આઈટી, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં શેરોની જોરદાર ખરીદીને કારણે બીએસઈ સેન્સેક્સ 1532 પોઈન્ટના ઉછાળા સાથે 76,606 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 446 પોઈન્ટના ઉછાળા સાથે 23,267 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના તમામ 30 શેરો વધી રહ્યા છે. આઈટી અને ઓટો શેરોમાં આજે સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી.










