• સેન્સેક્સમાં 0.75 ટકાનો ઘટાડો નોંધાયો
  • નિફ્ટીમાં 0.81 ટકાનો ઘટાડો
  • આઈટી અને એનર્જી શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો

ભારતીય શેરબજાર આજે એટલે કે, 08 ઓગસ્ટ ગુરુવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ તૂટીને ખુલ્યું હતું. સેન્સેક્સ 581 પોઈન્ટના ઘટાડા સાથે 78,886 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 180 પોઈન્ટ ઘટીને 24,117ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં ઘટાડો અને 6માં વધારો જોવા મળ્યો છે. આજે આઈટી, એનર્જી, બેન્કિંગ અને મેટલ શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.95% ઘટ્યો. ઓઈલ એન્ડ ગૅસ, રિયલ્ટી અને મેટલ ઈન્ડેક્સ 1% થી વધુ ઘટ્યા છે.


ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી

અગાઉ ગઈકાલે એટલે કે 7મી ઓગસ્ટે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 874 પોઈન્ટ (1.11%) વધ્યો. 79,468ના સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 304 પોઈન્ટના વધારા સાથે 24,297ના સ્તર પર બંધ થયો હતો.


  • Follow us on: