• NSEના નિફ્ટીમાં 1.55%નો ઘટાડો
  • BSEના સેન્સેક્સમાં 1.45%નો ઘટાડો
  • સેન્સેકસ 1,062 પોઈન્ટના ગાબડાં સાથે બંધ

ભારતીય શેરબજાર આજે એટલે કે, નવમી મેએ એક હજારથી વધુના ગાબડાં સાથે બંધ થયું હતું.  ગુરુવારે બજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો યથાવત્ રહ્યો હતો. BSE સેન્સેક્સ 1,062.22 પોઈન્ટ ઘટીને 72,404.17 પર બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 335.40 પોઈન્ટ ઘટીને 21,967.10 પોઈન્ટ પર પહોંચ્યો હતો. માર્કેટમાં માત્ર ઓટો શેરો જ વધી રહ્યા છે.

સેકટોરિયલ સ્ટેટસ
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, એચડીએફસી બેન્ક જેવા હેવીવેઇટ શેરોમાં ઘટાડો છે. આ સિવાય ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઘણી કંપનીઓના પરિણામ ખરાબ આવ્યા છે. આ તમામ કારણોએ બજારનો મૂડ બગાડ્યો છે જેના કારણે વેચાણ પ્રબળ છે. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.43 ટકા વધીને US$83.94 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યાં છે.

રોકાણકારોને ભારે નુકસાન
શેરબજારમાં આવેલી આ સુનામીને કારણે રોકાણકારોને આજના સત્રમાં રૂ.7 લાખ કરોડનું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 393.68 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 400.69 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને રૂ.7 લાખ કરોડનું નુકસાન થયું છે.

શેરબજાર ગઈકાલે સપાટ બંધ રહ્યું હતું
શેરબજારમાં ગઈકાલે એટલે કે 8મી મેના રોજ ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 45 પોઈન્ટના ઘટાડા સાથે 73,466 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 22,306 ના સ્તર પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15માં ઘટાડો અને 15માં વધારો જોવા મળ્યો હતો.
  • Follow us on: