ભારતીય શેરબજાર આજે એટલે કે, 11 ઑક્ટોબરે શુક્વારે રેડ ઝોનમાં બંધ થયું હતું. આજે ફરી એકવાર ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહના અંતિમ દિવસે BSE સેન્સેક્સ 230.05 પોઈન્ટના ઘટાડા સાથે 81,381.36 પોઈન્ટ પર અને નિફ્ટી 34.20 પોઈન્ટના ઘટાડા સાથે 24,964.25 પોઈન્ટ પર બંધ થયો હતો.


આજે બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. જો કે, એક સમયે સેન્સેક્સ 81,671.38 પોઈન્ટ અને નિફ્ટી 25,028.65 પોઈન્ટની ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. પરંતુ આ નજીવો વધારો પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને બજાર ઘટવા લાગ્યું.  

આ શેરો પણ નફા સાથે બંધ થયા છે

આજે અન્ય નફાકારક શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, ટાઇટન, ઇન્ફોસીસ, સન ફાર્મા, કોટક મહિન્દ્રા બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, નેસ્લે ઇન્ડિયાનો સમાવેશ થાય છે. જ્યારે એનટીપીસીના શેર કોઈપણ ફેરફાર વગર બંધ થયા હતા.

આ શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો

એ જ રીતે, લાલ રંગમાં બંધ થયેલા અન્ય શેરોની યાદીમાં એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, અદાણી પોર્ટ્સ, એશિયન પેઇન્ટ્સ, આઇટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ થાય છે.


ગઈકાલે ગુરુવારે બજારમાં તેજી હતી

આ અગાઉ ગઈકાલે એટલે કે 10 ઓક્ટોબરે સેન્સેક્સ 144 પોઈન્ટના વધારા સાથે 81,611ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 16 પોઈન્ટ વધીને 24,998ના સ્તર પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 ઉપર અને 13 ડાઉન હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 27માં ઘટાડો અને 23માં ઉછાળો હતો. NSEના ફાર્મા સેક્ટરમાં સૌથી વધુ 2.01%નો ઘટાડો નોંધાયો હતો.


 








Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.  

  • Follow us on: