- NSEના નિફ્ટીમાં 0.25%નો વધારો
- BSEના સેન્સેક્સમાં 0.20%નો વધારો
- સેન્સેકસ 149 પોઈન્ટના સુધારા સાથે બંધ
ભારતીય શેરબજાર આજે એટલે કે, બુધવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 276 પોઈન્ટના વધારા સાથે ખુલ્યું હતું. શેરબજારમાં નિફ્ટીએ આજે ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. ટ્રેડિંગ દરમિયાન તે 23,441ના સ્તરને સ્પર્શ્યો હતો. જો કે, આ પછી નિફ્ટી થોડો નીચે આવ્યો અને 58 પોઈન્ટના વધારા સાથે 23,322 પર બંધ થયો.
આ સાથે જ સેન્સેક્સમાં પણ આજે 149 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 76,606ની સપાટીએ બંધ રહ્યો હતો. એનર્જી અને મેટલ શેર્સમાં વધુ ઉછાળો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 વધ્યા છે અને 12 ઘટ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો ઉછાળા સાથે ટ્રેડ થયા હતા. જ્યારે 8 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટાટા મોટર્સનો શેર 1.40 ટકાના વધારા સાથે ટોપ ગેનર રહ્યો હતો.










