ભારતીય શેરબજાર આજે એટલે કે, 16 સપ્ટેમ્બરે સોમવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 100 પોઈન્ટ વધીને ખુલ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 83,184ના સ્તરને સ્પર્શ્યો અને નિફ્ટી 25,445ના સ્તરને સ્પર્શ્યો. જોકે, આ પછી થોડો ઘટાડો થયો હતો અને સેન્સેક્સ 97 પોઈન્ટના વધારા સાથે 82,988 પર બંધ થયો હતો.


નિફ્ટીમાં પણ 27 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 25,383ના સ્તરે બંધ રહ્યો હતો. આજે એનર્જી, ઓટો, મેટલ અને બેન્કિંગ શેર્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. NTPC નિફ્ટીમાં ટોપ ગેનર હતો. જ્યારે એફએમસીજી, ફાઇનાન્શિયલ અને આઇટી શેર્સ ઘટ્યા હતા. બજાજ ફાઇનાન્સ ટોપ લૂઝર હતું.

સેકટોરિયલ સ્ટેટસ

વિદેશી રોકાણકારોની ખરીદી અને અમેરિકન બજારોમાં તેજીથી ભારતીય બજારને ટેકો મળ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં એનટીપીસી, એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો અને આઈસીઆઈસીઆઈ બેન્ક સૌથી વધુ વધ્યા હતા. બીજી તરફ, હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે, ICICI બેન્ક અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ લાલ નિશાનમાં બંધ થયા છે.


શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો

ગયા સપ્તાહની શરૂઆતમાં, 13 સપ્ટેમ્બર (શુક્રવાર) ના રોજ, સેન્સેક્સ 71 પોઈન્ટ ઘટીને 82,890 ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 32 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 25,356ના સ્તરે બંધ રહ્યો હતો.

  • Follow us on: