- NSEના નિફ્ટીમાં 0.79%નો વધારો
- BSEના સેન્સેક્સમાં 0.75%નો વધારો
- સેન્સેકસ 539 પોઈન્ટના સુધારા સાથે બંધ
શેરબજારમાં આજે 21 માર્ચે ગુરુવારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 539 પોઈન્ટની તેજી સાથે 72,641ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 172 અંકનો વધારો જોવા મળ્યો હતો. અને 22,011ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેર્સમાંથી 26માં તેજી અને ચારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
પેટીએમના શેર્સમાં આજે 1.98 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે કારોબારના પ્રારંભમાં આ ત્રણ ટકાથી વધુની તેજી સાથે ઓપન થયો હતો. આ કારોબારી અઠવાડિયામાં અત્યાર સુધી આમાં 10 ટકાથી વધુની તેજી જોવા મળી ચુકી છે.
ગઈકાલે માર્કેટમાં તેજી જોવા મળી હતી
આની પહેલાં ગઈકાલે એટલે કે, 20 માર્ચે શેર બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 89 પોઈન્ટની તેજી સાથે 72,101ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 21 અંકનો વધારો થયો હતો. જે 21,839ના સ્તરે બંધ થયો હતો.
રોકાણકારોની છ લાખ કરોડની સંપત્તિ વધી
ભારતીય શેરબજારમાં શાનદાર તેજીને પગલે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર ઉછોળા નોંધાયો હતો. બીએસઈ પર લિસ્ટેડ સ્ટોક્સનું માર્કેટ કેપ વધીને 380 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું. જે ગત સત્રમાં 374.12 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. એટલે કે, આજના સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં 5.88 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.