ભારતીય શેરબજાર આજે એટલે કે, 23 ઑક્ટોબરે બુધવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 100 પોઈન્ટ તૂટીને ખુલ્યું હતું. આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં તીવ્ર વધઘટ બાદ સેન્સેક્સ-નિફ્ટી નજીવા ઘટાડા સાથે બંધ થયા હતા. જો કે, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં મજબૂત ખરીદી પાછી આવી હતી જેમાં છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 138 પોઈન્ટના ઘટાડા બાદ 80081 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 37 પોઈન્ટ ઘટીને 24,435 પોઈન્ટ પર બંધ થયો હતો.
સેક્ટરોરિયલ અપડેટ
આજના બુધવારના કારોબારમાં આઈટી શેરોમાં ખરીદીને કારણે નિફ્ટીનો આઈડી ઈન્ડેક્સ 983 પોઈન્ટના ઉછાળા સાથે 42,222 પર બંધ રહ્યો હતો. આ સિવાય એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર્સમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ ઓટો, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગૅસ, એનર્જી, મેટલ્સ, ફાર્મા અને બેન્કિંગ શેરો નુકસાન સાથે બંધ થયા છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા મિડકેપ અને સ્મોલકેપ શેરમાં ઘટાડા પર બ્રેક લાગી હતી. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 360 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 225 પોઈન્ટના વધારા સાથે બંધ થયા છે.
ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
આ અગાઉ ગઈકાલે એટલે કે 22 ઑક્ટોબરે સેન્સેક્સ 930 પોઈન્ટ 1.15%ના ઘટાડા સાથે 80,220ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 309 પોઈન્ટ 1.25% નો ઘટાડો જોવા મળ્યો હતો, તે 24,472ના સ્તર પર બંધ થયો હતો. તે જ સમયે, બીએસઈ સ્મોલ કેપ 2,118 પોઈન્ટ 3.81% ઘટીને 53,530 પર બંધ રહ્યો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.