- નિફ્ટી 30.20 અંકના ઘટાડા સાથે 24,479 અંક પર બંધ
- સેન્સેક્સ 73.04 અંકના ઘટાડા સાથે 80,429 અંક પર બંધ
- બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે એટલે કે 23મી જુલાઈએ તેમનું સાતમું બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન શેરબજારમાં મોટો કડાકો થયો હતો ત્યારે હવે આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજના કારોબારી સત્ર સમાપ્ત થતા બીએસઈ સેન્સેક્સ 73.04 અંકના ઘટાડા સાથે 80,429 અંક પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 30.20 અંકના ઘટાડા સાથે 24,479 અંક પર બંધ થયો હતો.
સેન્સેક્સ અને નિફ્ટી ડાઉન
બજેટની જાહેરાત બાદ શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટ ઘટીને 79224.32 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જોકે, સેન્સેક્સ 80,724.30 પોઈન્ટ પર ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ લગભગ એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 232.65 પોઈન્ટના ઘટાડા સાથે 24,276.60 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, નિફ્ટી 24,568.90 પોઈન્ટ પર ખુલ્યો હતો.
રિલાયન્સના શેરના ભાવ ઘટ્યા
નાણામંત્રીએ બજેટ વાંચવાની શરૂઆત કરી છે અને બીજી તરફ શેરબજાર અને દેશની મોટી કંપનીઓના શેર ઘટવા લાગ્યા છે. હા, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને બજેટની જાહેરાત પહેલા 19,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. સેન્સેક્સ સતત બીજા દિવસે ઘટી રહ્યો છે. કંપનીના શેર 3000 રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહ્યા છે. જો નિષ્ણાતોનું માનીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સોમવારની જેમ મોટો ઘટાડો જોવા મળી શકે છે. એક દિવસ પહેલા રિલાયન્સના શેર સાડા ત્રણ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા અને કંપનીના વેલ્યુએશનમાં રૂપિયા 73 હજાર કરોડથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
અદાણી પાવરના શેરમાં લગભગ 4 ટકાનો વધારો
અદાણી પાવરના શેરમાં લગભગ 4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, અદાણી ગ્રીન એનર્જીમાં 2 ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે અદાણી પોર્ટમાં 1 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે IRFCના શેરમાં 1 ટકો, IREDAના શેરમાં 2 ટકા અને RVNLના શેરમાં 1 ટકો વધ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ભાષણ આપી રહ્યા છે. ત્યારે શેરબજારમાં ફરી એકવાર હરિયાળી જોવા મળી રહી છે.
રોકાણકારોને રાતા પાણીએ રળવાનો વારો આવ્યો
શેરબજારમાં આવેલા આ ઘટાડાથી રોકાણકારોને થોડા જ કલાકોમાં લગભગ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રોકાણકારોનું નુકસાન અને નફો BSEના માર્કેટ કેપ સાથે જોડાયેલ છે. એક દિવસ અગાઉ, BSEનું માર્કેટ કેપ રૂ. 4,48,32,227.50 કરોડ હતું, જે ટ્રેડિંગ સેશન દરમિયાન ઘટીને રૂપિયા 4,38,36,540.32 કરોડ થયું હતું. મતલબ કે રોકાણકારોને લગભગ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હાલમાં BSEનું માર્કેટ કેપ રૂપિયા 4,43,28,902.63 કરોડ પર દેખાઈ રહ્યું છે.