• સેન્સેક્સમાં 0.35 ટકાનો ઘટાડો નોંધાયો 
  • નિફ્ટીમાં 0.27 ટકાનો ઘટાડો 
  • બજેટ બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો નોંધાયો

ભારતીય શેરબજાર આજે એટલે કે, 24 જુલાઈએ બુધવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ રેડ ઝોનમાં ખુલ્યું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 280 પોઈન્ટના ઘટાડા સાથે 80,149 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે 24,413 પોઈન્ટ પર બંધ થયો હતો.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો થયો હોવા છતાં, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉછાળાને કારણે શેરબજારની માર્કેટ મૂડી વધારા સાથે બંધ થઈ હતી. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 449.75 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સત્રમાં રૂ. 446.80 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું.

શેરબજાર ગઈકાલે ઘટાડા સાથે બંધ થયું હતું

ગઈકાલે બજેટ હોવા છતાં ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 1,278 પોઈન્ટ ઘટીને 79,224 પર પહોંચ્યો હતો. જોકે બાદમાં રિકવરી જોવા મળી હતી અને તે 73 પોઈન્ટના ઘટાડા સાથે 80,429ના સ્તરે બંધ રહ્યો હતો.

આ દરમિયાન નિફ્ટી પણ બજેટ સ્પીચમાં 435 પોઈન્ટ ઘટીને 24,074 પર આવી ગયો હતો. બજાર બંધ થાય તે પહેલા તે પણ સુધર્યું અને 30 પોઈન્ટના ઘટાડા સાથે 24,479ના સ્તરે બંધ થયું. નિફ્ટીના 50 શેરોમાંથી 20માં વધારો અને 29માં ઘટાડો નોંધાયો હતો.  

  • Follow us on: