ભારતીય શેરબજાર આજે એટલે કે, 25 ઑક્ટોબરે શુક્રવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે જો કે, માર્કેટ 100 પોઈન્ટ વધીને ખુલ્યું હતું. શેરબજારમાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 662 પોઈન્ટના ઘટાડા સાથે 79,402 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 218 પોઈન્ટ ઘટીને 24,180ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સમયે, બીએસઈ સ્મોલ કેપ 1,307 પોઈન્ટ ઘટીને 52,335 પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 20 ઘટ્યા અને 10 વધ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 38 ઘટ્યા અને 12 વધ્યા. એફએમસીજી અને હેલ્થકેર ઈન્ડેક્સ સિવાય તમામ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા છે.
આ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો
નિફ્ટીના શેર્સમાં સૌથી મોટો ઘટાડો ઈન્ડસઈન્ડ બેન્કમાં 18.55 ટકા નોંધાયો હતો. આ સિવાય BPCL 5.44 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 4.63 ટકા, શ્રીરામ ફાઇનાન્સ 4.62 ટકા અને કોલ ઇન્ડિયા 3.38 ટકા ઘટ્યા હતા. તે જ સમયે, ITCમાં સૌથી વધુ 2.45 ટકા, એક્સિસ બેન્કમાં 1.95 ટકા, BELમાં 1.23 ટકા, HULમાં 1.13 ટકા અને બ્રિટાનિયામાં 1.12 ટકાનો વધારો નોંધાયો હતો.
શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ થયું હતું
આ અગાઉ ગઈકાલે એટલે કે, 24 ઑક્ટોબરે શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 16 પોઈન્ટના ઘટાડા સાથે 80,065 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ આશરે 36 પોઈન્ટ ઘટીને 24,399ના સ્તર પર બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 19માં ઉછાળો અને 11માં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ અને ઓટો શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે એફએમસીજી અને આઈટી શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.નોંધ: સ્ટોરી સતત અપડેટ થઈ રહી છે
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.