ભારતીય શેરબજાર આજે એટલે કે, 30 ઑક્ટોબરે બુધવારે રેડ ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 200 પોઈન્ટ તૂટીને બંધ થયું હતું. આજે શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી જે લાલ નિશાનમાં ખુલી હતી પરંતુ અંતે ફરી એકવાર વેચવાલીનો દબદબો રહેતા બજાર ખોટમાં આવ્યું હતું અને મોટા કડાકા સાથે લાલ નિશાનમાં બંધ થયું હતું. બુધવારે BSE સેન્સેક્સ 426.85 પોઈન્ટના ઘટાડા સાથે 79,942.18 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે નિફ્ટી 50 પણ 126.00 પોઈન્ટના ઘટાડા સાથે 24,340.85 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.


અડધાથી વધુ કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા

ટ્રેડિંગના અંતે સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 11 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 19 કંપનીઓના શેર લાલ નિશાનમાં હતા. બીજી તરફ નિફ્ટી 50ની 50માંથી 19 કંપનીઓના શેર લીલા નિશાનમાં અને 31 કંપનીઓના શેર લાલ નિશાનમાં નુકસાન સાથે બંધ થયા હતા.

આ શેર્સમાં સૌથી વધુ એક્શન જોવા મળી હતી

સેન્સેક્સ કંપનીઓમાં મારુતિ સુઝુકીના શેર આજે સૌથી વધુ 1.92 ટકાના વધારા સાથે બંધ થયા હતા, જ્યારે ઈન્ફોસિસના શેર સૌથી વધુ 2.01 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. ઇન્ડસઇન્ડ બેન્કના શેર 1.81 ટકા, અદાણી પોર્ટ્સ 1.69 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.77 ટકા, ITC 0.72 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.71 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ICICI બેન્કના શેર 1.52 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.32 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.28 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.23 ટકા, HCL ટેક 1.20 ટકા, એક્સિસ બેન્ક 1.13 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

 મંગળવારે બજારમાં રોનક જોવા મળી હતી

ગઈકાલે એટલે કે, મંગળવારે ધનતેરસ 29 ઑક્ટોબરના રોજ, સેન્સેક્સ દિવસના નીચા 79,421થી 948 પૉઇન્ટ સુધર્યો હતો. દિવસના કારોબાર બાદ તે 363 પોઈન્ટના વધારા સાથે 80,369 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ દિવસના 24,140ની નીચી સપાટીથી 326 પોઈન્ટ સુધર્યો હતો અને 127 પોઈન્ટના વધારા સાથે 24,466 પર બંધ થયો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 17 વધ્યા અને 13 ઘટ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 31 વધ્યા અને 18 ઘટ્યા. એક શેરમાં કોઈ ફેરફાર થયો નથી. એનએસઈના ફાયનાન્સિયલ સર્વિસ શેર્સમાં સૌથી વધુ વધારો થયો હતોનોંધ: સ્ટોરી સતત અપડેટ થઈ રહી છે.


Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.  

  • Follow us on: