- NSEના નિફ્ટીમાં 2.91%નો ઘટાડો
- BSEના સેન્સેક્સમાં 2.57%નો ઘટાડો
- સેન્સેકસ 1,965 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો
ભારતીય શેરબજાર આજે એટલે કે, 04 જૂને મંગળવારે તોતિંગ ગાબડાં સાથે ઓપન થયું છે. જ્યારે ગઈકાલે માર્કેટે ઐતિહાસિક વધારા સાથે બંધ થયું હતું. લોકસભા ચૂંટણીના પરિણામો આવવા શરૂ થઈ ચુક્યા છે. ત્યારે માર્કેટમાં મોટું ગાબડું જોવા મળી રહ્યું છે. શેરબજાર માટે આજનો દિવસ સૌથી અગત્યનો છે. શરૂઆતના ટ્રેન્ડમાં NDA ગઠબંધન આગળ છે.
પ્રી-ઓપનિંગમાં ઘટાડો
શેરબજારની શરૂઆત પહેલા બીએસઈ સેન્સેક્સ 672 પોઈન્ટ અથવા 0.88 ટકાના વધારા સાથે 77122 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય NSEનો નિફ્ટી 450.10 પોઈન્ટ અથવા 1.94 ટકાના વધારા સાથે 23714 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. પ્રી-ઓપનિંગ પહેલાં, GIFT નિફ્ટી, જે બજારની શરૂઆત સૂચવે છે, તે 38.60 પોઈન્ટ અથવા 0.16 ટકાના વધારા સાથે 23447 પર હતો
3 જૂને BSE માર્કેટ કેપમાં રૂ. 14 લાખ કરોડનો વધારો થયો છે
3 જૂને BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 426.24 લાખ કરોડ પર બંધ થયું હતું, એટલે કે એક જ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 14 લાખ કરોડથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારના માર્કેટ કેપનું આ સર્વોચ્ચ સ્તર છે.