- NSEના નિફ્ટીમાં 0.65%નો ઘટાડો
- BSEના સેન્સેક્સમાં 0.32%નો ઘટાડો
- સેન્સેકસ 225 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો
ભારતીય શેરબજાર આજે એટલે કે, ચોથી જુલાઈ, ગુરુવારે તેજી સાથે ખુલ્યું છે. ગઈકાલે પણ માર્કેટ ભારે તેજી સાથે બંધ થયું હતું. ગઈકાલે સેન્સેકસ ઐતિહાસિક રીતે 80 હજારની પાર પહોંચ્યું હતું. મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારે ગુરુવારે સતત બીજા દિવસે કારોબારની સારી શરૂઆત કરી હતી. એક દિવસ અગાઉ નવો રેકોર્ડ બનાવ્યા બાદ આજે સવારે સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના વધારા સાથે ખુલ્યો હતો.
ગઈકાલે બજારમાં નવો ઈતિહાસ રચાયો હતો
એક દિવસ પહેલા સ્થાનિક બજારે નવો ઈતિહાસ રચ્યો હતો. બીએસઈ સેન્સેક્સ ઈતિહાસમાં પ્રથમ વખત 80 હજારનો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. બુધવારના કારોબારમાં સેન્સેક્સે 80,074.30 પોઈન્ટની નવી ઊંચી સપાટી બનાવી છે. જો કે કારોબાર સમાપ્ત થયા બાદ સેન્સેક્સ 80 હજાર પોઈન્ટની નીચે આવી ગયો હતો.
આજે શરૂઆતી કારોબારમાં બેન્કિંગ-ફાઇનાન્સ અને ટેક શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ICICI બેન્ક સેન્સેક્સમાં સૌથી વધુ દોઢ ટકા વધ્યો હતો.













