ભારતીય શેરબજાર આજે એટલે કે, 05 નવેમ્બર સોમવારે તૂટીને ખુલ્યું છે. શુક્રવારે પણ માર્કેટ 553 પોઈન્ટ ઘટીને બંધ થયું હતું. અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી છે. સેન્સેક્સ 79,218.05 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આ સમયે, નિફ્ટી 169.80 પોઈન્ટ ઘટીને 24,134.55 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો
સોમવારે સવારે માર્કેટ ખુલતાની સાથે સેન્સેક્સ 758.59 પોઈન્ટ્સ અથવા 0.95 ટકા ઘટીને 78,965.53ના સ્તરે આવી ગયો હતો. જ્યારે નિફ્ટી 230.75 પોઈન્ટ અથવા 0.95 ટકાના જંગી ઘટાડા સાથે 24,073ના લેવલ પર કારોબાર કરતો જોવા મળ્યો
સેન્સેક્સના શેર્સમાં ભારે ઘટાડો
આજે સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 5માં જ વધારો જોવા મળી રહ્યો છે અને તેના 25 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘટતા શેરોમાં સન ફાર્મા 3 ટકાથી વધુ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આશરે 3 ટકા નીચે છે.
દિવાળીના વિશેષ મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો નોંધાયો હતો
દિવાળીના તહેવારે 1 નવેમ્બરના રોજ શેરબજારમાં એક કલાકનું સ્પેશિયલ મુહૂર્તનું ટ્રેડિંગ થયું હતું. જેમાં સેન્સેક્સ 335 પોઈન્ટના વધારા સાથે 79,724 પર બંધ રહ્યો હતો. આ સમયે, નિફ્ટીમાં 99 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો અને તે 24,304 પર બંધ રહ્યો હતો.
ટ્રેડિંગ પછી, સેન્સેક્સના તમામ 30 શેરોમાંથી, 26 ઉપર હતા, જ્યારે 4 ડાઉન હતા. તે જ સમયે, નિફ્ટીના 50માંથી 42 શેરોમાં વધારો જોવા મળ્યો હતો અને માત્ર 8 શેરોમાં વધારો જોવા મળ્યો હતો.
Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.