- NSEના નિફ્ટીમાં 0.13%નો ઘટાડો
- BSEના સેન્સેક્સમાં 0.22%નો ઘટાડો
- સેન્સેકસ 59 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો
શેરબજારમાં આજે એટલે કે 5મી એપ્રિલે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 100થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 74,103 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટીમાં પણ 50 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે. તે 22,450 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં ઘટાડો અને 9માં વધારો જોવા મળ્યો હતો.
અગાઉ ગઈકાલે એટલે કે 4 એપ્રિલે શેરબજારે સર્વકાલીન ઉચ્ચ સ્તર બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 74,501ના સ્તરને સ્પર્શ્યો અને નિફ્ટી 22,619ના સ્તરને સ્પર્શ્યો. એચડીએફસી બેંકના શેરમાં ગઈકાલે 3.15%નો વધારો થયો હતો.










