ભારતીય શેરબજાર આજે એટલે કે, 06 સપ્ટેમ્બરે શુક્રવારે રેડ ઝોનમાં ઓપન થયું છે. ગઈકાલે ગુરુવારે પણ માર્કેટ 151 પોઈન્ટ તૂટીને બંધ થયું હતું. શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 200 પોઈન્ટના ઘટાડા સાથે 82,000નાં લેવલ પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 25,090ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.


આ નિફ્ટી શેરોમાં વધારો

શુક્રવારે નિફ્ટી પેક શેરોમાં LTI માઇન્ડટ્રીમાં 2.27 ટકા, બજાજ ફાઇનાન્સમાં 1.05 ટકા, ઇન્ડસઇન્ડ બેન્કમાં 0.70 ટકા, BPCLમાં 0.65 ટકા અને બજાજ ફિનસર્વમાં 0.56 ટકાનો સૌથી મોટો વધારો નોંધાયો હતો. તે જ સમયે, સૌથી વધુ ઘટાડો SBIમાં 1.68 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 0.62 ટકા, ICICI બેન્કમાં 0.61 ટકા, NTPCમાં 0.58 ટકા અને ટાઇટનમાં 0.46 ટકા નોંધાયો હતો.

ગઈકાલે ગુરુવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો

આ પહેલા ગઈકાલે એટલે કે, 5મી સપ્ટેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 82,201ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 53 પોઈન્ટ ઘટીને 25,145ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં ઘટાડો અને 9માં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 33માં ઘટાડો અને 17માં ઉછાળો જોવા મળ્યો હતો.

સેકટોરિયલ ઈન્ડેક્સની સ્થિતિ

સેકટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો સૌથી વધુ વધારો નિફ્ટી આઈટીમાં 0.59 ટકા નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.35 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.54 ટકા, નિફ્ટી મેટલમાં 0.18 ટકા, નિફ્ટી મીડિયામાં 0.03 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.02 ટકા અને નિફ્ટી ઓટોમાં 0.09 ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી બેન્કમાં 0.35 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.18 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.05 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.80 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં 0.20 ટકા, નિફ્ટી હેલ્થકેરમાં 0.10 ટકા, નિફ્ટી કોન અને ડુરેબસમમાં 0.10 ટકા નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.18 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.





  • Follow us on: