ભારતીય શેરબજાર આજે એટલે કે, 07 નવેમ્બર ગુરુવારે રેડ ઝોનમાં ખુલ્યું છે. બુધવારે પણ માર્કેટ 901 પોઈન્ટ ઘટીને બંધ થયું હતું. 



માર્કેટ કેવું ખુલ્યું?

આજના ગુરુવારના કારોબારમાં સેન્સેક્સ 80,563.42ના લેવલ પર ખુલ્યો અને 185.29 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ. બુધવારે કારોબારમાં સેન્સેક્સ 80,378.13ના સ્તર પર બંધ થયો હતો. આ સાથે NSEનો નિફ્ટી આજે 5.55 પોઈન્ટના નજીવા વધારા સાથે 24,489.60ના સ્તર પર ખુલ્યો હતો.


બેન્ક નિફ્ટીની શરૂઆત ઘટાડા સાથે થઈ

બેંક નિફ્ટી આજે શરૂઆતમાં 93.25 પોઈન્ટ અથવા 0.18 ટકાના ઘટાડા સાથે 52224.15 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. બજાર ખુલ્યાની 10 મિનિટ બાદ બેન્ક નિફ્ટી 104.60 પોઈન્ટ ઘટીને 52,212ના સ્તરે પહોંચી ગયો હતો. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 5 શેરમાં તેજી જોવા મળી રહી છે અને 7 શેર નબળાઈના લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

આ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો

નિફ્ટી પેક શેર્સમાં સૌથી મોટો ઘટાડો હિન્દાલ્કોમાં 6.52 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝીસમાં 3.09 ટકા, બજાજ ફિનસર્વમાં 1.58 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.49 ટકા અને ગ્રાસિમમાં 1.256 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, એપોલો હોસ્પિટલમાં સૌથી વધુ 6.30 ટકા, ટાટા સ્ટીલમાં 1.22 ટકા, કોલ ઈન્ડિયામાં 0.86 ટકા, એચસીએલ ટેકમાં 0.75 ટકા અને વિપ્રોમાં 0.49 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

બુધવારે બજારમાં તેજી રહી

અગાઉ ગઈકાલે એટલે કે, 6 નવેમ્બરે સેન્સેક્સ 901 પોઈન્ટ 1.13 ટકાના વધારા સાથે 80,378 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 270 પોઈન્ટ 1.12 ટકા વધીને 24,484ના લેવલ પર બંધ થયો. તે જ સમયે, BSE સ્મોલકેપ 1,077 પોઈન્ટ 1.96 ટકાના વધારા સાથે 56,008ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 25 ઉપર અને 5 ડાઉન હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 41 ઉપર અને 9 ડાઉન હતા. એનએસઈના તમામ લોકલ ઈન્ડેક્સ વધ્યા હતા. આઈટી સેક્ટરમાં સૌથી વધુ 4.05 ટકાનો વધારો જોવા મળ્યો હતો.


 


Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.  

  • Follow us on: