• NSEના નિફ્ટીમાં 60 અંકનો વધારો
  • BSEના સેન્સેક્સમાં 80,100 પર કારોબાર સાથે ઓપન
  • સેન્સેકસ 200 પોઈન્ટના સુધારા સાથે ખુલ્યો


ભારતીય શેરબજાર આજે એટલે કે, 12 જુલાઈ શુક્રવારે વધારા સાથે ખુલ્યું છે. ગઈકાલે પણ માર્કેટ મિશ્ર પ્રતિસાદ સાથે બંધ થયું હતું. માર્કેટમાં તેજી દેખાઈ રહી છે. સેન્સેક્સ લગભગ 200 અંક વધીને 80,100ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આ સમયે, નિફ્ટી પણ 60 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. તે 24,400ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધી રહ્યા છે અને 9 ઘટી રહ્યા છે.

TCS ના મજબૂત ત્રિમાસિક પરિણામો પછી, IT ઇન્ડેક્સ આજે લગભગ 2% ઉપર છે. TCSના શેર લગભગ 3% વધીને 4030 રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. ઇન્ફોસિસ લગભગ 1% ઉપર છે. ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક પણ લગભગ અડધા ટકા સુધર્યા છે


 ક્રૂડ ઓઈલ અને ઈન્ટરનેશનલ સ્ટોક માર્કેટ

WTI ક્રૂડના ભાવ શુક્રવારે સવારે 0.57% વધીને બેરલ દીઠ $83.09 પર ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.45% વધીને બેરલ દીઠ $85.78 પર ટ્રેડ થઈ રહ્યા છે.


આ શેરો આજે ફોકસમાં રહેશે

અઠવાડિયાના છેલ્લા સત્રમાં આજે આરસીએફ સ્ટોક ફોકસમાં રહેશે. કંપનીના બોર્ડે રૂ. 515 કરોડના પરચેઝ ઓર્ડરને મંજૂરી આપી છે. કંપનીની પેટાકંપની RCF થાઈ માટે ખરીદ ઓર્ડર મંજૂર કરવામાં આવ્યો છે. આ સિવાય TCS પર પણ ફોકસ રહેશે. કંપનીએ ગુરુવારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો સંકલિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 8.7 ટકા વધીને રૂ. 12,040 કરોડ થયો છે. એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામો જાહેર કરતાં, TCS એ જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સમયગાળામાં તેની આવક 5.4 ટકા વધીને રૂ. 62,613 કરોડ થઈ છે.


  • Follow us on: