ભારતીય શેરબજાર આજે એટલે કે, 12 સપ્ટેમ્બરે ગુરુવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. ગઈકાલે પણ માર્કેટ ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 250થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 81,780ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 100 પોઈન્ટ ઉછળીને 25,020ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 વધી રહ્યા છે અને 11 ઘટી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 39 વધી રહ્યા છે અને 11 ઘટી રહ્યા છે.
બુધવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉ ગઈકાલે એટલે કે 11મી સપ્ટેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 398 પોઈન્ટના ઘટાડા સાથે 81,523 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 122 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, તે 24,918ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 20 ઘટયા હતા અને 10 વધ્યા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 34માં ઘટાડો અને 16માં તેજી હતી. નિફ્ટી એફએમસીજી સિવાય તમામ સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી.
અમેરિકન બજારોમાં કારોબાર કેવો રહ્યો?
વૈશ્વિક બજારોની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન બજારોમાં ડાઉજોન્સમાં 0.31 ટકાના વધારા સાથે કારોબાર બંધ થયો હતો. નાસ્ડેકમાં 2.13 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે S&P500માં 1.07 ટકાના વધારા સાથે ટ્રેડિંગ બંધ થયું હતું. ગઈ કાલે યુએસ બજારોમાં, ઑક્ટોબર 2022 પછી પ્રથમ વખત, S&P અને Nasdaq એ 1.5 ટકાના ઇન્ટ્રાડે નુકસાનને રિકવર કર્યું હતું.