ભારતીય શેરબજાર આજે એટલે કે, 16 ઑકટોબર બુધવારે ગ્રીનઝોનમાં ખુલ્યું છે. ગઈકાલે પણ માર્કેટ સાધારણ  ઘટાડા સાથે બંધ થયું હતું. આજે સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 81,600ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટથી વધુ ઘટીને 25,000 પર ટ્રેડ થઈ રહ્યો છે. આજે આઈટી અને એફએમસીજીના શેર્સમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ અને એનર્જી શેર્સમાં ઉછાળો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં વધારો અને 12માં ઘટાડો જોવા મળી રહ્યો છે.



સેન્સેક્સના શેર્સનું સ્ટેટસ

 શેરબજારમાં સેન્સેક્સના શેર્સ પર નજર કરીએ તો, બજાર ખુલ્યાના અડધા કલાકની અંદર, બજાજ ફિનસર્વ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેન્કના શેર લીલા નિશાન પર પાછા ફર્યા છે અને 9.40 પર, આ શેર્સ સેન્સેક્સના ટોચના ગેનર્સમાં છે. સેન્સેક્સના 30માંથી 15 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને માત્ર 15 શેરો જ નબળાઈ સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ટોપ લૂઝર્સમાં આજે M&M, નેસ્લે, TCS, મારુતિ, કોટક મહિન્દ્રા બેંક, ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

પાવર ગ્રીડના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો

સવારે 9.18 વાગ્યા સુધી સેન્સેક્સ કંપનીઓમાં પાવર ગ્રીડના શેર 0.53 ટકાના વધારા સાથે સૌથી વધુ ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત ભારતી એરટેલ, એનટીપીસી, સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચડીએફસી બેંક, એશિયન પેઇન્ટ્સ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેર પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર 1.20 ટકાના મહત્તમ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે ટીસીએસ, આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, ઈન્ફોસીસ, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, ટાઇટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દુસ્તાન યુનિલીવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએલ ટેક અને એક્સિસ બેન્કના શેર પણ ખોટમાં હતા.

મંગળવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો

આ પહેલા ગઈકાલે એટલે કે 15મી ઑક્ટોબરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 152 પોઇન્ટના ઘટાડા સાથે 81,820 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 70 પોઈન્ટ ઘટીને 25,057 પર બંધ રહ્યો હતો.





Disclaimer: શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા પોતાના માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.  

  • Follow us on: