- સેન્સેક્સ-નિફ્ટીમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો
- નિફ્ટી 180 અંકથી વધુ ઘટયો
- એશિયન માર્કેટ પણ ઘટાડા સાથે ઓપન
ભારતીય શેરબજાર આજે એટલે કે, 25 જુલાઈએ ગુરુવારે 606 પોઈન્ટથી વધુના ગાબડાં સાથે ખુલ્યો છે. જ્યારે ગઈકાલે પણ માર્કેટ ઘટાડા સાથે ક્લોઝ થયું હતું. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ તૂટ્યા છે અને નિફ્ટી મિડકેપ 100 511.45 પોઈન્ટ અથવા 0.90 ટકા ઘટીને 56361ના સ્તરે જોવા મળી રહ્યો છે. નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ પણ લગભગ એક ટકા નીચે છે. NSE પર 1284 શેરમાં ઘટાડો અને 431 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 447.03 લાખ કરોડ થયું છે અને આમ તે રૂ. 450 લાખ કરોડના એમકેપથી નીચે રહે છે. NSE પર 2863 શેરનો વેપાર થઈ રહ્યો છે, જેમાંથી 1203 શેર વધી રહ્યા છે અને 1536 શેર ઘટી રહ્યા છે. 124 શેર યથાવત છે. 107 શેરમાં અપર સર્કિટ અને 39 શેરમાં નીચલી સર્કિટ છે.
શેરબજાર ગઈકાલે ઘટાડા સાથે બંધ થયું હતું
અગાઉ ગઈકાલે એટલે કે 24મી જુલાઈએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 280 પોઈન્ટના ઘટાડા સાથે 80,148 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 65 અંક ઘટીને 24,413 ના સ્તર પર બંધ થયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં ઘટાડો અને 10માં વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 30માં ઘટાડો અને 20માં વધારો જોવા મળ્યો હતો.