ભારતીય શેરબજાર આજે એટલે કે, 25 સપ્ટેમ્બરે બુધવારે તૂટીને ઓપન થયું હતું. ગઈકાલે મંગળવારે માર્કેટ ઐતિહાસિક સપાટીએ બંધ થયું હતું. સેન્સેક્સ આશરે 100 અંકોના ઘટાડા સાથે 84,800ના લેવલ પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફ્ટીમાં લગભગ 50 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, નિફટી 25,900ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.


આઈટી, બેન્કિંગ અને એફએમસીજી શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે મેટલ અને એનર્જી શેર્સમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા ગઈકાલે એટલે કે, 24મી સપ્ટેમ્બરે શેરબજારે સતત ચોથા ટ્રેડિંગ દિવસે તેની ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી.


મંગળવારે માર્કેટે ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી

અગાઉ ગઈકાલે એટલે કે 24મી સપ્ટેમ્બર મંગળવારના રોજ ભારતીય શેરબજારે સતત ચોથા ટ્રેડિંગ દિવસે ઐતિહાસિક ઓલટાઈમ  હાઈ સપાટી બનાવી બનાવી હતી. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 85,163ના સ્તરને સ્પર્શ્યો હતો અને નિફ્ટીએ 26,011ના સ્તરને સ્પર્શ કર્યો હતો. જોકે, આ પછી બજાર નીચે આવ્યું અને સેન્સેક્સ 14 પોઈન્ટ ઘટીને 84,914 પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટીમાં માત્ર 1 પોઈન્ટનો વધારો થયો હતો, તે 25,940 ના સ્તરે બંધ થયો હતો.


આ અઠવાડિયાના શરૂઆતમાં બે દિવસ ઐતિહાસિક રેકોર્ડ સર્જયો

અગાઉ, સ્થાનિક શેરબજારે આ સપ્તાહના શરૂઆતના બંને દિવસોમાં નવી ઊંચાઈનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. સોમવારે સેન્સેક્સે 84,980.53 પોઈન્ટનો નવો રેકોર્ડ બનાવ્યો અને નિફ્ટી50 એ 25,956 પોઈન્ટનો નવો રેકોર્ડ બનાવ્યો. જે બાદ મંગળવારે ધીમી શરૂઆત બાદ બજાર ફરી એક નવા શિખરે પહોંચ્યું અને પહેલીવાર સેન્સેક્સ 85 હજાર પોઈન્ટ અને નિફ્ટી 26 હજાર પોઈન્ટની સપાટી ક્રોસ કરવામાં સફળ રહ્યો.

સપ્તાહના બીજા દિવસે કારોબાર પૂરો થયા બાદ સેન્સેક્સ અને નિફ્ટી લગભગ સપાટ બંધ રહ્યા હતા. સેન્સેક્સ 14.57 પોઈન્ટ અથવા 0.02 ટકાના ઘટાડા સાથે 84,914.04 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 1.35 પોઇન્ટ અથવા 0.01 ટકા વધીને 25,940.40 પોઇન્ટ પર હતો.


 .


  • Follow us on: