ભારતીય શેરબજાર આજે એટલે કે, 26 સપ્ટેમ્બરે ગુરવારે રેડ ઝોનમાં ખુલ્યું છે. ગઈકાલે માર્કેટ 256 પોઈન્ટ વધીને બંધ થયું હતું. સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ સપાટીએ જોવા મળ્યા હતા. આજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 85,333 અને નિફ્ટી 26,051ને સ્પર્શ્યો હતો. હાલમાં, સેન્સેક્સ 140 પોઈન્ટની તેની ઓલ ટાઈમ હાઈની નજીક ટ્રેડ થઈ રહ્યો છે અને નિફ્ટી 40 પોઈન્ટ ઉપર છે.


સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધી રહ્યા છે અને 9 ઘટી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 35 વધી રહ્યા છે અને 15 ઘટી રહ્યા છે. જો એનએસઈના સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આઈટી સેક્ટરના શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી રહી છે.

આ શેર્સમાં વધારો જોવા મળ્યો 

નિફ્ટીના શેરોમાં મારુતિમાં સૌથી વધુ 1.52 ટકા, SBI લાઇફમાં 1.49 ટકા, ટાટા કન્ઝ્યુમરમાં 1.05 ટકા, LTI માઇન્ડટ્રીમાં 0.91 ટકા અને નેસ્લે ઇન્ડિયામાં 0.90 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય હીરો મોટોકોર્પમાં 2.27 ટકા, ONGCમાં 1.17 ટકા, હિન્દાલ્કોમાં 0.79 ટકા, પાવર ગ્રીડમાં 0.78 ટકા અને NTPCમાં 0.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

બુધવારે પણ બજારે ઓલટાઈમ હાઈ સપાટી બનાવી હતી

અગાઉ ગઈકાલે એટલે કે 25 સપ્ટેમ્બરે શેરબજારે સતત છઠ્ઠા દિવસે ઓલટાઈમ ઉચ્ચ સ્તર બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 85,247ના સ્તરને સ્પર્શ્યો અને નિફ્ટીએ 26,032ના સ્તરને સ્પર્શ કર્યો.

આ પછી સેન્સેક્સ 255 પોઈન્ટના વધારા સાથે 85,169 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી પણ 63 પોઈન્ટ વધીને 26,004 ના સ્તર પર બંધ થયો. ઓટો, આઈટી, એનર્જી અને બેન્કિંગ શેર્સમાં ઉછાળો હતો.


 


  • Follow us on: