- સપ્તાહના પહેલા દિવસે માર્કેટમાં તેજી
- સેન્સેક્સ અને નિફ્ટી એક નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યા
- સેન્સેક્સે 81,749 ઐતિહાસિક શિખરને વટાવ્યું
ભારતીય શેરબજાર આજે એટલે કે, 29મી જુલાઈ સોમવારે માર્કેટ શાનદાર તેજી સાથે ઓપન થયું છે. શનિવારે પણ માર્કેટ ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે જ, સેન્સેક્સે 81,749ની ઓલટાઈમ હાઈ સપાટી બનાવી છે અને નિફ્ટીએ 24,980ની ઓલટાઈમ હાઈ સપાટી બનાવી છે. હાલમાં સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 81,650ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.










