ભારતીય શેરબજાર આજે એટલે કે, 30 સપ્ટેમ્બરે સોમવારે કારોબારના પહેલા જ દિવસે 350 કરતાં વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યું છે. શુક્રવારે પણ માર્કેટ 264 પોઈન્ટ તૂટીને બંધ થયું હતું. સેન્સેક્સ 350 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 85,200ના લેવલ પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 26,060ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.


સેન્સેક્સના 30 શેર્સમાંથી 16 ઘટી રહ્યા છે અને 13 વધી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 28 ઘટી રહ્યા છે અને 22 વધી રહ્યા છે. NSEના રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.

ટોપ ગેઇનર અને ટોપ લોઝર સ્ટોક્સ

હિન્દાલ્કો, એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને બ્રિટાનિયા ટ્રેડિંગની શરૂઆતમાં નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી 50માં ટોપ ગેઇનર હતા. હીરો મોટો કોર્પ. ટેક મહિન્દ્રા, કોલ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક 30 સપ્ટેમ્બરના રોજ નિફ્ટી 50માં ટોપ લુઝર શેરો તરીકે ઉભરી આવી હતી.


એશિયન બજારોમાં ભારે વોલેટાલિટી જોવા મળી

આજે જાપાનમાં મજબૂત ઘટાડો જોવા મળ્યો હતો અને તે 1850 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. તેનો ઈન્ડેક્સ નિક્કી 37,980.34 પર ટ્રેડ થઈ રહ્યો હતો અને તે 1849.22 પોઈન્ટના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જાપાનનું બજાર 4.64 ટકા, ચીનનું મુખ્ય બજાર ઈન્ડેક્સ શાંઘાઈ કમ્પોઝિટ 4.89 ટકા વધીને 151.03 પોઈન્ટ ડાઉન હતું. કોરિયાનો કોસ્પી નજીવા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો હતો.

 

શુક્રવારે નિફ્ટી અને સેન્સેકસ તૂટીને બંધ થયા હતા

આ અગાઉ શુક્રવાર એટલે કે 27મી સપ્ટેમ્બરે શેરબજારે સતત આઠમા દિવસે ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. જ્યારે સેન્સેક્સ 85,978 અને નિફ્ટી 26,277ના રેકોર્ડ લેવલને સ્પર્શ્યો હતો. જોકે, બાદમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 264 પોઇન્ટના ઘટાડા સાથે 85,571 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 37 પોઈન્ટ ઘટીને 26,178ની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 ઘટ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 29 વધ્યા અને 20 ઘટ્યા. જ્યારે એક શેર કોઈ ફેરફાર વગર બંધ રહ્યો હતો. એનએસઈના મીડિયા સેક્ટરમાં મહત્તમ ઘટાડો 1.55% હતો. જ્યારે, તેલ અને ગેસમાં સૌથી વધુ 2.37%નો વધારો થયો હતો.


  • Follow us on: