સોમવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, નિફ્ટી અને સેન્સેક્સ બંને ઘટાડે બંધ થયા.

શરૂઆતના કારોબારમાં બજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો, જોકે, સાંજે બજાર બંધ થતાં સુધીમાં પરિસ્થિતિમાં થોડો સુધારો થયો. સોમવારે, જ્યારે સેન્સેક્સમાં 77 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, ત્યારે નિફ્ટી 34.10 પોઈન્ટ ઘટીને બંધ થયો. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 77.26 પોઈન્ટ અથવા 0.09 ટકા ઘટીને 81,373.75 પોઈન્ટ પર બંધ થયો. NSE નિફ્ટી 34.10 પોઈન્ટ અથવા 0.14 ટકા ઘટીને 24,716.60 પર બંધ થયો. શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ. અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે શરૂઆતના ટ્રેડ દરમિયાન, BSE સેન્સેક્સ લગભગ 593.80 પોઈન્ટ ઘટીને 80,857.20 પર પહોંચ્યો, એટલે કે લગભગ 0.73% ઘટાડો. તે જ સમયે, નિફ્ટી 50 ઇન્ડેક્સમાં પણ 164 પોઈન્ટ એટલે કે 0.66% ઘટાડો નોંધાયો અને તે 24,586.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બજારમાં ઘટાડા છતાં, અદાણી ગ્રુપના શેરમાં મજબૂતી જોવા મળી. અદાણી ગ્રુપની ઘણી કંપનીઓના શેર ખુલ્લામાં લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. એક તરફ્, સમગ્ર બજારમાં ઘટાડો થઈ રહ્યો છે, તેમ છતાં, અદાણી ગ્રુપના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. આનું સૌથી મોટું કારણ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું તાજેતરનું નિવેદન છે જેમાં તેમણે કહ્યું હતું કે ગ્રુપની બેલેન્સ શીટ મજબૂત છે અને વૃદ્ધિ જબરદસ્ત છે. પ્રોત્સાહક સમાચારથી રોકાણકારોમાં સકારાત્મક ભાવના પેદા થઈ છે.

બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ?

સપ્તાહની શરૂઆત શેરબજાર માટે સારી ન હતી. BSE સેન્સેક્સ સવારે 775.48 પોઈન્ટ (0.95%) ઘટીને 80,675.52 પર પહોંચી ગયો. તે જ સમયે, નિફ્ટી 50 પણ 213.75 પોઈન્ટ (0.86%) ઘટીને 24,536.95 પર આવી ગયો. આ ઘટાડાનું એક મુખ્ય કારણ વૈશ્વિક બજાર સંબંધિત ચિંતાઓ હતી. ખરેખર, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ્ વધારવાની જાહેરાત કરી છે. આનાથી ફ્રી એકવાર રોકાણકારોમાં વેપાર યુદ્ધ અને વૈશ્વિક મંદીની આશંકા જાગી, જેની અસર ભારતીય બજાર પર પણ પડી. શરૂઆતના કારોબારમાં ઘટાડાનું મુખ્ય કારણ IT અને નાણાકીય શેરો હતા. નિફ્ટી IT ઇન્ડેક્સ 1.4 ટકાના ઘટાડા સાથે લાલ રંગમાં હતો અને નિફ્ટી ફઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ એક ટકા ઘટયો હતો. આ ઉપરાંત, ફર્મા, મેટલ, મીડિયા અને PSE સૂચકાંકો પણ લાલ રંગમાં હતા. તે જ સમયે, PSU બેંક, FMCG અને ઊર્જા સૂચકાંકો લીલા રંગમાં હતા.

સેન્સેક્સના ટોચના વધનારા અને ઘટનારા શેર

સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરોમાં, HUL, અદાણી પોર્ટ્સ, ઇન્ડસઇન્ડ બેંક, નેસ્લે, SBI, ઇટરનલ (ઝોમેટો), એશિયન પેઇન્ટ્સ અને પાવર ગ્રીડ ટોચના વધનારા રહ્યા. HDFC બેંક, HCL ટેક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, ઇન્ફેસિસ, ટાટા સ્ટીલ અને ટેક મહિન્દ્રા ટોચના વધનારા રહ્યા.