ફાર્મા ક્ષેત્રની અગ્રણી સ્વિસ કંપની રોશએ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (એસએમએ)ની સારવારમાં વપરાતી રિસ્ડીપામ નામની દવા ભારતમાં પડતર કિંમત કરતાં 100 ગણા ભાવે વેચીને તગડી કમાણી કરી છે એવા અહેવાલ સમાચાર માધ્યમોમાં ચમક્યા છે. અહેવાલમાં જણાવ્યા મુજબ યુએસની એફેએનજીઓએ કરેલા પૃથ્થકરણમાંથી આ માહિતી મળી છે.
એસએમએ એ એફેજ્વલ્લેજ જોવા મળતી બિમારી છે. આની સારવારમાં વપરાતી આ દવાના ક્લિનિકલ ટ્રાયલમાં કેટલો ખર્ચ થયો છે તે જણાવવાનો સ્વિસની આ કંપનીએ ઇનકાર કર્યો હતો. જેને પગલે નાગરિકોને વિવિધ દવા પોષાય એવા ભાવે મળી રહે તે માટે કાર્યરત યુએસ સ્થિત એનજીઓ નોલેજ ઇકોલોજી ઇન્ટરનેશનલે (કેઇઆઇ) પોતાની રીતે ગણતરી કરી આ દવાની પડતર કિંમત કેટલી છે તે જાહેર કર્યું હતું. આ એનજીઓએ મુકેલા અંદાજ મુજબ રોશએ આ દવાના ઉત્પાદન પેટે આશરે 50 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો અને કંપનીને 2021થી 2024 દરમિયાન થયેલા આ દવાના વેચાણમાંથી 5.8 અબજ ડોલરની આવફેથઇ હતી. આમ આ ખર્ચ કરતા વેચાણમાંથી થયેલી આવફેઆશરે 115 ગણી છે. રોશએ આ દવા માટેના ક્લિનિકલ ટ્રાયલમાં કુલ 587 દર્દીઓ પર પ્રયોગ કર્યો હતો અને આ માટે કેટલો ખર્ચ થયો તેની માહિતી કેઇઆઇએ આધારભૂત સૂત્રો પાસેથી મેળવી હતી. અમેરિકામાં રેર ડિસિઝની દવા માટે થતાં ક્લિનિકલ ટ્રાયલ પેટે ટેક્સ ક્રેડિટ મળે છે અને રોશએ જે ટેક્સ ક્રેડિટ માટે દાવો કર્યો હતો તેના આધારે ગણીએ તો આ ટ્રાયલ પેટે 11 મિલિયન ડોલરથી 25 મિલિયન ડોલરનો ખર્ચ થયો હોવાનો અંદાજ મુકી શકાય છે. સામાન્ય રીતે કોઇ પણ દવાને તૈયાર કરવા માટે જે કુલ ખર્ચ થાય છે તેમાંથી 60થી 70 ટકા ખર્ચ ક્લિનિકલ ટ્રાયલ માટે થાય છે. આના આધારે કેઇઆઇએ દવાના ઉત્પાદન માટેનો કુલ ખર્ચ 50 મિલિયન ડોલર થયો હોવાનો અંદાજ મુક્યો હતો.
