2 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ પારસ્પરિક ટેરિફ્ યોજનાઓની જાહેરાત કરી જે અપેક્ષા કરતા વધુ આક્રમક હતી. 5 એપ્રિલથી યુ.એસ.માં આવતી તમામ આયાતો પર 10% લઘુત્તમ ટેરિફ્ લાગુ થશે જ્યારે જે દેશો સાથે યુ.એસ.નો વેપાર ખાધ વધુ છે તેમના પર વધુ ટેરિફ્ વસૂલવામાં આવશે.
નવા ટેરિફ્થી યુ.એસ. આયાતો પર અસરકારક ટેરિફ્ દર 2024 માં 2.3% થી વધારીને 20% - 25% ની વચ્ચે થવાનો અંદાજ છે, જે ઓછામાં ઓછા 100 વર્ષમાં સૌથી વધુ છે.
ચીને પ્રતિશોધાત્મક ટેરિફ્ની જાહેરાત કરી, જે યુ.એસ. પારસ્પરિક ટેરિફ્ દર 34% સમાન લગાવાયો છે. આમ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વાર ગંભીર વળાંક લાયી ચૂક્યું છે.
વેપાર યુદ્ધે રોકાણકારોને મોટ્ટો ઝાટકો આપ્યો છે. અમેરિકા ની અર્થવ્યવસ્થા માં મંદીના ભય વધ્યો છે ને રોકાણકારો આ કારણે ચિંતામાં મુકાયા છે. યુ.એસ. શેરબજારમાં ઇતિહાસમાં 2 દિવસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ડોનલ ટ્રમ્પ ની શપથગ્રહણ દિવસ પછી બજારને અત્યાર સુધી માં $11 ટ્રિલિયનનું નુકસાન થયું છે. ટ્રમ્પના ટેરિફ્ યુદ્ધ પર યુએસ શેરબજારમાં $5 ટ્રિલિયનથી વધુનું આ અઠવાડિયા માં નુકસાન થયું છે. ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલે શુક્રવારે જણાવ્યું હતું કે તેમને ભય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ્થી ફુગાવો વધશે અને વૃદ્ધિ ઘટશે. ટ્રમ્પના ટેરિફ્ના પરિણામો ટાળવા માટે ભારત, વિયેતનામ, ઇઝરાયલ વાટાઘાટો કરી રહ્યા છે. આ દેશો સાથે અમેરિકા વાટાઘાટ કરી વેપાર કરાર કરવા પ્રયન્ત કરશે.
ટ્રેડ વોરની લોન્ગ ટર્મ ઈમ્પેક્ટ
IMF, વિશ્વ બેંક અને WTO એ બીજા વિશ્વયુદ્ધ પછીની વૈશ્વિક નાણાકીય સ્થિરતાનો આધાર પૂરો પાડયો છે. એ સંસ્થાઓને ગંભીર રીતે નબળી પાડશે. બ્રેટન વુડ્સ સંસ્થાઓમાંથી યુએસ ખસી જવાથી, ચીન અને યુરોપિયન દેશો સુધારા માટે દબાણ કરશે. આર્થિક શક્તિ નિયમો અને પરિણામો નક્કી કરે છે. રાષ્ટ્રોને યુએસ-કેન્દ્રિત વ્યવસ્થા અથવા વૈકલ્પિક ચીન ની આર્થિક બ્લોક્સ સાથે જવાની ફરજ પાડવામાં આવશે. ચીન અને રશિયા વધુને વધુ યુઆન અને રુબેલ્સમાં સોદા કરશે. વૈકલ્પિક ચુકવણી પ્રણાલીઓઃ બેલ્જિયમ સ્થિત સોસાયટી ફેર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન (SWIFT) મેસેજિંગ સેવા અત્યારે દુનિયા ભાર માં વપરાય છે. હવે તે સિવાય રશિયાની સિસ્ટમ ફેર ટ્રાન્સફ્ર ઓફ્ ફાઇનાન્શિયલ મેસેજીસ (SPFS) અને ચીનની ક્રોસ-બોર્ડર ઇન્ટરબેંક પેમેન્ટ્સ સિસ્ટમ (CIPS) પ્લેટફેર્મ વાપરવા માટે આ દેશો તેમના ટ્રેડિંગ પાર્ટનર ને ફરજ પડશે.
પ્રાદેશિક વેપાર કરારો - આફ્રિકન કોન્ટિનેંટલ ફ્રી ટ્રેડ એરિયા અને લેટિન અમેરિકાનો વધતો જતો મર્કોસુર બ્લોક, અને બ્રિક્સ જેવા પ્રાદેશિક કરો થશે. વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા એક ટિપિંગ પોઇન્ટ પર છે, અને આજે લેવામાં આવેલી પસંદગીઓ આવનારા દાયકાઓ માટે આર્થિક લેન્ડસ્કેપને આકાર આપશે.
આ સમયે ભારત શું કરશે ?
ભારતનો અભિગમ દરેક દેશ સાથે અલગ અલગ રહશે. પેહલા અમેરિકાની વાત કરીયે. છેલ્લા દાયકામાં ભારતની અમેરિકા સાથે વાર્ષિક વેપાર ખાધ વધી રહી છે - IT અને ફર્મા કંપની તેમના ટોટલ કમાણી નો મોટ્ટો ભાગ અમેરિકા માંથી અર્જીત કરે છે. ભારત આ વેપાર ખાધ ઘટાડવા માટે અમુક ચોક્કશ પગલાં લેશે. ભારત અમેરિકા પાસે થી સંરક્ષણ સાધનો ની ખરીદી વધારશે. ભારત અમેરિકા પાસે થી લડાકુ વિમાન અને બીજા આધુનિક શાસ્ત્ર્રો ખરીદી કરશે. બીજી તરફ્ ભારત અમેરિકા પાસે થી ઊર્જા ની ખરીદી વધારાશે. ભારતની તેલ અને ગેસ આયાત 2016 માં $1 બિલિયનથી વધીને 2022 માં લગભગ $20 બિલિયન સુધી પહુંચી ગયી હતી. 2024 માં લગભગ $13.5 બિલિયન થઈ ગઈ છે, મને લાગે છે હવે ભારત LNG જેવા ગેસ ને ખરીદી અમેરિકા પાસે થી વધારી રહ્યું છે તે આગળ જતા ખુબ ઝડપથી વધશે.
બીજી તરફ્ ભારત અમેરિક માંથી આયાત થતી ચીજ વસ્તુ પર ની ડયૂટી ઘટાડી દેશે. જેમકે ભારતે બજેટ માં જ કમ્પ્લીટલી બિલ્ટ-અપ (CBU) મોટરસાયકલો પર ટેરિફ્ 50% થીઘટાડીને 30% કર્યો જેનાથી અમેરિકાથી ભારતમાં મોટરસાયકલ નિકાસ માં કિંમતો ઘટી છે. અમેરિકા ઉપરાંત ભારત સંયુક્ત આરબ અમીરાત, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે ફ્ટ કરાર કરી અમલ માં લાવવા પ્રયન્ત કરશે. આ રીતે ભારત આ દેશો સાથે પોતાના વેપાર સબંધ સુધારી રહ્યું છે.
દુનિયા ના બજારમાં છેલ્લા અઠવાડિયા માં ખુબ મોટ્ટા કડાકા જોવા મળ્યા છે. આ ઘટાડા ની અસર ભારત પર આવતા અઠવાડિયા માં દેખાશે. નિફ્ટી માં 500 થી વધારે પોઇન્ટ ઓ કડાકો થાય તો નવાઈ નહિ. નિફ્ટી 21900 થી 22300 ની આસપાસ પહુંચી જાય ત્યારે ખરીદી કરો. આ ખુબ લોન્ગ ટર્મ સપોર્ટ છે અને અહીંયા સ્થાનિક સંસ્થા ની ખુબ ખરીદી જોવા મળશે. બેન્કિંગ, હાઉસિંગ ફાઇનાન્સ અને સિમેન્ટ જેવા ભારત ની ઈકોનોમી સાથે વળેલા સેક્ટર આ સમયે મંદી સામે સારું રક્ષણ આપશે. તમારા પોર્ટફેલિયો માં આ સેક્ટરમાં રોકાણ વધારો.
