જેમ જેમ ભારતનું રેસિડેન્શિયલ માર્કેટ વધતું જાય છે, તેમ તેમ 2030 સુધીમાં નવા ઘર ખરીદનારા કુલ લોકોમાં મિલેનિયલ્સ અને જનરેશન ઝેડના બાયર્સનું પ્રમાણ 60 ટકા જેટલું હશે તેમજ 2025માં શહેરોમાં વસતાં લોકો પાસે પોતાની માલિકીના ઘર હોવાનું પ્રમાણ વધીને 72 ટકા થશે.
આ સાથે ટાયર ટુ અને ટાયર થ્રી જેવા શહેરો ઉભરતાં હાઉસિંગ માર્કેટના મહત્વપૂર્ણ કેન્દ્રો તરીકે સ્થાપિત થઈ રહ્યાં છે. જેમાં જયપુર અને ઈન્દોર તેમજ કોચિ જેવા નાના શહેરી કેન્દ્રો 2025માં 40 ટકાથી વધુ નવા આવાસ વિકાસ સાથે આગળ વધી રહ્યાં છે. એમ વૈશ્વિક રિયલ એસ્ટેટ સર્વિસિસ ફર્મ જેએલએલએ જણાવ્યું હતું. નવા ફાઈનાન્સિંગ વિકલ્પો અને હાઉસિંગ માર્કેટમાં નાના વસ્તી વિષયક લોકોનો વધતો પ્રવેશ આ સ્થિતિને આભારી છે. 2025માં ભારતના હાઉસિંગ માર્કેટમાં નોંધપાત્ર પરિવર્તન આવશે. જે ઝડપથી થતાં શહેરીકણ, ટેકનિકલ નવીનતાઓ અને બદલાતી ગ્રાહક પસંદગીઓ દ્વારા સંચાલિત છે. હાઉસિંગ સેક્ટર 2025 સુધીમાં રાષ્ટ્રીય જીડીપીમાં 13 ટકાનો ફાળો આપશે તેવી અપેક્ષા છે. જે તેની સ્થિતિસ્થાપકતા અને સંભવિતતા દર્શાવે છે. 2030 સુધીમાં હાઉસિંગ માર્કેટનો વધારો એક લાખ કરોડ ડોલરના સ્તરે પહોંચશે.
મિલેનિયલ્સ અથવા જનરેશન વાયની વ્યાખ્યા મુજબ, જે લોકો 1980ના દશકની શરૂઆતમાં અને 1990ના દશકના મધ્યથી 2000ના દશકની શરૂઆતમાં જન્મેલા હોય તેમને મિલેનિયલ્સ કહેવામાં આવે છે. જ્યારે જનરેશન ઝેડ એટલે 1990ના દશકના મધ્યથી અંતમાં અને 2010ના દશકની શરૂઆતમાં જન્મેલા લોકો. જેને જન ઝેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગ્લોબલ રિયલ એસ્ટેટ સર્વિસ ફોર્મ વધુમાં જણાવ્યું હતું કે, શહેરી મકાનમાલિકીનો દર વર્ષ 2025 સુધીમાં વધીને 72 ટકા થવાનો અંદાજ છે. વર્ષ 2020માં આ પ્રમાણ 65 ટકા હતું. આ ક્ષેત્ર વસ્તી વિષ્યક સ્થાળાંતર, નીતિ સુધારણા અને વૈશ્વિક વલણોના પ્રતિભાવમાં વિકસિત થઈ રહ્યું છે. એક સમયે લકઝરી ગણતું ટકાઉપણું હવે હાઉસિંગ માર્કેટમાં જરૂરી બની ગયું છે. ગ્રીન-સર્ટિફાઈડ ઈમારતો 2025માં નવા રહેણાંક પ્રોજેક્ટ્સમાં 30 ટકા હિસ્સો ધરાવે તેવી અપેક્ષા છે. જે 2020માં 15 ટકાના પ્રમાણ કરતાં બમણી થઈ જશે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ટકાઉ વિકાસ, સ્માર્ટ હોમ્સ અને ટેક-ઈન્ટિગ્રેટેડ લિવિંગ સ્પેસની માંગ, સસ્તા ઘરોની પહેલને કારણે હાઉસિંગ માર્કેટને વેગ મળ્યો છે. ટકાઉ વિકાસએ માત્ર એક બઝવર્ડ નથી પરંતુ મિલકતના મૂલ્યો અને ખરીદનારના નિર્ણયોને પ્રભાવિત કરતું એક નિર્ણયાક પરિબળ છે. ઉર્જા અને પર્યાવરણીય ડિઝાઈનમાં નેતૃત્વ જેવા ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્રો વધુ સામાન્ય બની રહ્યાં છે. કારણ કે, રિયલ એસ્ટેટ ઉદ્યોગ ટકાઉપણાને પ્રાથમિકતા આપે છે. સ્માર્ટ હોમ્સ અને ટેક ઈન્ટિગ્રેટેડ લિવિંગ સ્પેસની માંગ આકાશને આંબી રહી છે. આ સાથે ભારતમાં બજેટ ફ્રેન્ડલી હાઉસિંગ મુખ્ય કેન્દ્રમાં છે. 2024 દરમિયાન વેચાયેલા રહેણાંક એકમોની સંખ્યા જે 2023ના સમગ્ર વર્ષ દરમિયાન વેચાયેલા કુલ એકમોના આશરે 85 ટકા છે. વર્ષ 2023ની સરખામણીમાં 2024માં રહેણાંક આવસોના વેચાણમાં નોંધપાત્ર રીતે 17 ટકાનો વધારો થયો હતો. માંગમાં ઉછાળાને કારણે દેશના હાઉસિંગ માર્કેટમાં સતત વૃદ્ધિનો માર્ગ મોકળો થયો છે.