- મોટા બાયર્સ કર હેતુ માટે 45 દિવસના પેમેન્ટની ઝંઝટમાં ફસાવવા માંગતા નથી
- હાલના પેમેન્ટ નિયમનો સ્મોલ બિઝનેસ વિરુદ્ધ જ ઉપયોગ થતો હોવાની ફરિયાદો
- સ્મોલ બિઝનેસ તરફથી મળેલી ફરિયાદો પર સરકારે વિચારણા હાથ ધરી છે
સરકાર સ્મોલ બિઝનેસ માટે પેમેન્ટ નિયમોમાં સુધારા કરે તેવી શકયતા છે. કેમ કે, હાલ દેશમાં મોટા પ્રમાણમાં ફરિયાદો ઉઠી છે કે, પેમેન્ટ મામલે સરકારની હાલની યોજના ભલે સારા ઈરાદા ધરાવતી હોય પણ ચૂકવણી માટે નાની કંપનીઓ પર દબાણ બનાવવામાં આવે છે,
જેથી સ્મોલ બિઝનેસને ઘણી મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. 45 દિવસમાં પેમેન્ટના નિયમનો સ્મોલ કંપનીઓ વિરૂદ્ધ જ ઉપયોગ કરાતો હોવાની વ્યાપક રજૂઆતો થઈ રહી છે. તાજેતમાં જ એક એવી ઘટના બની હતી જેમાં ચેન્નઈમાં ઘણાં એકમોનું સંચાલન કરનાર નિકાસકારને ઉદ્યમ (માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ માટેનું પોર્ટલ) પર રજિસ્ટર એક કંપનીની નોંધણી રદ્દ કરાવવાની ફરજ પડી. કેમ કે, મોટા ખરીદારો કર હેતુ માટે ખર્ચ પર કપાતનો દાવો કરવા માટે માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ)ને બાકી રકમની વાસ્તવિક ચૂકવણી અનિવાર્યપણે 45 દિવસોની અંદર કરવા માટેના સરકારી આદેશની ઝંઝટમાં ફસાવવા માંગતા ન હતા.










