પાછલા સપ્તાહનો સુધારો જળવાઈ શક્યો ન હતો કેમ કે નિફ્ટીમાં પાછલા સપ્તાહના સંક્ષિપ્ત બિઝનેસ વીકમાં 0.7 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે પાછલા પાંચ સપ્તાહમાં ચોથું નેગેટિવ સપ્તાહ હતું. નિફ્ટી મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સિસ અનુક્રમે 2.2 ટકા અને 3.9 ટકા ઘટયા હતાં. નિફ્ટી આઈટી અને કેપિટલ માર્કેટ ઇન્ડાઇસિસ અનુક્રમે 4.5 ટકા અને 4.3 ટકા ગગડયા હતાં, જે ક્ષેત્રિય ઇન્ડેક્સિસમાં સૌથી વધુ નુકસાનમાં રહ્યા હતાં. જ્યારે ફાઇનાન્સિયલ સર્વિસિસ અને હેલ્થકેર ઇન્ડાઇસિસ ક્રમશઃ 0.7 ટકા અને 0.3 ટકાના સુધારા સાથે બંધ નોંધાયા હતાં અને બજારમાં સૌથી વધારે લાભમાં રહ્યા હતાં.
નિફ્ટી(સીએમપી : 22,397) : સોમવારે 22,676ની ટોપ બની હતી જે લગભગ 20 ડીએમએ સાથે મેળ ખાય છે, તે હવે તત્કાળ અવરોધ છે. તેના ક્રોસઓવર પર 34 ડીએમએ કે જે 22,900ની આસપાસ છે તે અલગ અપસાઇડ લક્ષ્યનો પ્રતિરોધ હશે. ડાઉનસાઇડ વિચારીએ તો મંગળવારે જે નીચેનું સ્તર 22,314 બનાવવામાં આવ્યું હતુ તે હવે તત્કાળ સપોર્ટ છે. જો તે તૂટે તો 22,100 સપોર્ટમાં આવી શકે અને તે પછી 21,964 આગામી નેગેટિવ સ્તર હતું. આ બધા વચ્ચે 22,314ના સ્ટોપ લોસની સાથે લોંગ ટ્રેડિંગ થઈ શકે છે.
બેન્ક નિફ્ટી(સીએમપી : 48,060) : બેન્ક નિફ્ટીમાં સપ્તાહ દરમિયાન 0.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સપ્તાહ દરમિયાન બનાવવામાં આવેલ બોટમ સ્તર 47,702 હવે તત્કાળ સપોર્ટ છે. જેના તૂટવા પર 47,000 આગામી નેગેટિવ સ્તર હશે. 20 ડીએમએ કે જે 48,660ની આસપાસ છે તે તત્કાળ અવરોધ છે જેના ક્રોસઓવર પર 34 ડીએમએ જે 49,000ની આસપાસ છે તે આગામી સૌથી મોટો અવરોધ હશે.
કોટક બેન્ક(સીએમપી : 1985) : આ શેરે 19 ફેબ્રુઆરીના રોજ 1995ની ટોપ બનાવ્યા બાદ શેર 1,895 સુધી સુધરી ગયો હતો જ્યાં તેને દૈનિક બોલિંગરના નીચલા બેન્ડ પર સપોર્ટ મળ્યો હતો. તે સ્તરથી તે ઊછળી રહ્યો છે અને બુધવારે 19 ફેબ્રુઆરીથી બનેલી ટોચ સાથે જોડાયેલ ટ્રેડલાઇનથી બહાર નીકળી ગયો. તેને 2060ના ટાર્ગેટ માટે વર્તમાન સ્તર પર ખરીદી શકાય છે. સ્ટોપલોસ 1930 પર રાખો.
સિલ્વરબિઝ(સીએમપી : 95.20) : સિલ્વરબિઝ સ્ટોક એક્સ્ચેન્જ પર બિઝનેસ કરનારું એક સિલ્વર ફંડ છે અને તેનો સીધો સંબંધ ચાંદીની કિંમતની ચાલ સાથે છે. બુધવારે તે 17 ફેબ્રુઆરીથી બનેલ ટોસ સાથે સંકળાયેલ ટ્રેન્ડલાઇનની બહાર નીકળી ગયો અને 99 તથા 100.50ના ટાર્ગેટ સાથે વર્તમાન કિંમત પર ખરીદી કરી શકાય છે. સ્ટોપલોસ 93.90 પર રાખો.
ગોલ્ડબિઝ(સીએમપી : 72.82) : ગોલ્ડબિઝ સ્ટોક એક્સ્ચેન્જ પર ટ્રેડિંગ કરનાર એક ગોલ્ડ ફંડ છે અને તેનો સીધો સંબંધ સોનાની કિંમતના ઉતાર ચડાવ સાથે છે. ગુરુવારે તે 10 ફેબ્રુઆરીથી બનેલાં ટોપ સાથે સંકળાયેલ ટ્રેન્ડલાઇનથી બહાર નીકળી ગયો અને તેને 74.25 તથા 75ના ટાર્ગેટ માટે વર્તમાન સ્તર પર ખરીદી શકાય છે. સ્ટોપ લોસ 72.10 પર રાખવો જોઈએ.
ઝેડએફસીવી ઈન્ડિયા(સીએમપી : 11,883) : શુક્રવારે આ શેરમાં 4.2 ટકાનો જોરદાર ઉછાળો નોંધાયો હતો અને તેણે પહેલી જાન્યુઆરીથી બનેલાં ટોપ સાથે જોડાયેલ ટ્રેન્ડલાઇનમાંથી બહાર નીકળવાની પુષ્ટિ કરી હતી. તેને 12,600ના લક્ષ્ય માટે વર્તમાન સ્તર પર ખરીદી શકાય છે. સ્ટોપ લોસ 11,270 રાખો.
સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ નંબર. INH000018115 ડિસ્કલેમર લિંક https://www.prudentcorporate.com/reasearchDisclaimer.pdf રોકાણ બજારના જોખમને આધીન છે