વિતેલા સપ્તાહમાં મંદી વાળાઑએ જાણે પોઝ લીધો હોય એવું વર્તાઈ રહ્યું હતું, સોમવારના મહત્વના બધાજ સપોર્ટ બ્રેક કરીને મહત્વના સૂચકાંકો નીચે આવી ગયા હતા.
ત્યારબાદ સાવ સાંકડી વધઘટ જોવાઈ હતી તથા બજાર ફરી પાછું બેઠું થવા પ્રયત્ન કરતુ હતું ત્યાં ગુરુવારે મોડી સાંજે આઇટી જાયન્ટ ઇન્ફેસિસ ના ત્રિમાસિક પરિણામ સાધારણ રહેતા શુક્રવારના રોજ ફરી કડાકો બોલાઈ ગયો હતો, બધા જ મહત્વના સૂચકાંકો જેમ કે નિફ્ટી50 તથા સેન્સેક્સ સાપ્તાહિક ચાર્ટ પર 50 વિકની મુવિંગ એવરેજ ની નીચે બંધ આવ્યા હતું પરંતુ દોજી કેન્ડલસ્ટિક ની પેટર્ન ફેર્મ થયી છે જો આ સપ્તાહના લો ની નીચે સપ્તાહિક બંધ આવે તો બજારમાં આવનારા સપ્તાહમાં વધુ નબળાઈ જોવાશે પરંતુ જો 50 મુવિંગ એવેરેજની ઉપર બંધ આવે તો ફરી એકવાર ઉપર તરફ્ની ચાલ જોવા મળે એવી વકી છે આવા સંજોગોમાં બંને તરફ્ના દ્વાર ખુલ્લા રહેછે, હવે આવનારા સપ્તાહ ઘણા જ મહત્વના ઈવેન્ટ્સ થી ભરપૂર રહેશે જેમ કે 20 જાન્યુઆરી એ અમેરિકી પ્રમુખની શપથ વિધિ, 22મી એ બેન્કિંગ જાયન્ટ એચડીએફ્સી બઁક ના ત્રિમાસિક પરિણામો, 1લી ફેબ્રુઆરીએ યુનિયન બજેટ, 7મી ફેબ્રુઆરીએ આરબીઆઇ પોલિસી તથા 8 ફેબ્રુઆરીએ દિલ્હીની ચૂંટણીના પરિણામો આના પગલે બજારમાં વોલેટિલિટી હાઈ રહેશે એવી વકી છે તો આ ઈવેન્ટ્સ દરમ્યાન પોઝિશન હળવી રાખવી હિતાવહ છે, આ સપ્તાહમાં અગત્યની બાબત એ બની કે ઇઝરાયેલ તથા હમાસ વચ્ચેના યુદ્ધમાં પૂર્ણવિરામ મુકાયું હતું જે સ્થાનિક તથા વૈશ્વિક બજારો માટે સકારત્મક પરિબળ કહી શકાય નવા સપ્તાહમાં વોલેટિલિટી જોવા મળે એવી વકી છે.
