દેશના સૌથી વધુ ધનિક વ્યક્તિગત રોકાણકારોને માર્ચ ક્વાર્ટરમાં શેરબજારમાં જોવા મળેલી મંદી નડી ગઇ છે અને આના કારણે તેમના રોકાણના મૂલ્યમાં ડિસેમ્બર ક્વાર્ટરની તુલનાએ 5 ટકાથી લઇને30 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
આવા રોકાણકારોમાં રેખા ઝુનઝુનવાલા, મુકુલ અગ્રવાલ, નૈમિષ શાહ, આશિષ કચોલિયા, વિજય કેડિયા વગેરેનો સમાવેશ થાય છે. આ રોકાણકારો પૈકીના કેટલાકે માર્ચ ક્વાર્ટર દરમિયાન કેટલીક કંપનીઓમાં તેમનું સંપૂર્ણ હોલ્ડિંગ વેચી નાંખ્યું છે, જ્યારે કેટલીક નવી કંપનીઓમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. અહી ઉપલબ્ધ આંકડાઓ જે કંપનીઓમાં આ રોકાણકારો 1 ટકાથી વધુ હોલ્ડિંગ ધરાવે છે તેને સંબંધિત છે.
