- પહેલી જૂનથી દેશમાં મોટા ફેરફાર લાગુ થશે
- એલપીજી સિલિન્ડર, ક્રેડિટ કાર્ડ, હવાઈ ઈંધણ, આધાર કાર્ડ સહિતના મુદ્દે નવા ફેરફાર થયા
- ચૂંટણીના છેલ્લા તબક્કામાં નવા પરિવર્તનનો અમલ શરૂ
આજથી જૂન મહિનો શરૂ થયો છે અને દેશમાં પહેલી તારીખથી જ ઘણા મોટા ફેરફારો 1 જૂનથી નિયમમાં ફેરફાર લાગુ કરવામાં આવી રહ્યા છે. આની સીધી અસર તમારા ખિસ્સા અને રસોડાના બજેટ પર પડશે. તેમાં એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી બધું જ સામેલ છે. ચાલો જાણીએ આવા જ 5 મોટા ફેરફારો વિશે, જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર પડશે.
પ્રથમ ફેરફાર- એલપીજીના ભાવમાં ઘટાડો
ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીદી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરતી રહેતી હોય છે. આજે પહેલી જૂન 2024ના સવારે છ વાગ્યાથી નવા ભાવ જાહેર કરાયા છે. આઈએસીએલની વેબસાઈટ અનુસાર સતત ત્રીજા મહિને એલપીજીના ભાવમાં કાપ કરાયો છે. 19 કિલોગ્રામ ધરાવતી કોમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવમાં 72 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે આ વખતે 14 કિલોગ્રામ ઘરેલું ગૅસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથીં કરાયો.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા સવારે છ વાગ્યે એલપીજી ગ્રાહકોનો મોટી ભેટ આપી છે. નવીન ફેરફાર પછી 19 કિલો કોમર્શિયલ ગૅસ સિલિન્ડર દિલ્હીમાં 69.50 પૈસા, કોલકાતામાં 72 રૂપિયા, મુંબઈમાં 69.50 રૂપિયા અને ચેન્નઈમાં 70.50 રૂપિ.યા સુધી સસ્તો થઈ શકે છે. એક ખાનગી વેબસાઈટ અનુસાર દેશના ચાર મહાનગરમાં નવા ભાવ આ મુજબ છે.
મહાનગર
.
1લી જૂન 2024ના રોજની નવી કિંમત
| મહાનગર | જૂનો ભાવ | નવો ભાવ |
| દિલ્હી | રૂા. 1745.56 | રૂા. 1676 |
| કોલકાતા | રૂા. 1859 | રૂા. 1787 |
| મુંબઈ | રૂા. 1698 | રૂા. 1629 |
| ચેન્નઈ | રૂા. 1911 | રૂા. 1840 |
બીજો ફેરફાર- એટીએફના નવા ભાવમાં કાપ
ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગૅસ સિલિન્ડરના ભાવમાં કાપ કરવાનો નિર્ણય લેવાની સાથે હવાઈ ઈંધણ એટલે કે એર ટર્બાઈન ફ્યૂઅલના ભાવમાં પણ ફેરબદલ કર્યો છે. અને આ તમારી હવાઈ યાત્રા પર અસર નાખનારી સાબિત થઈ શકે છે. આઈઓસીએલ અનુસાર દિલ્હીમાં એટીએફના ભાવ 1,01,643.88 રૂપિયા પ્રતિ કિલો લિટરથી ઓછા કરી 94,969.01 રૂપિયા પ્રતિ કિલોલિટર કરી દેવામાં આવી છે. આ સિવાય કોલકાતામાં આની કિંમત 1,10,583.13 રૂપિયા પ્રતિ કિલોલિટરથી ઘટાડીને 1,03,715 રૂપિયા પ્રતિ કિલોલિટર, મુંબઈમાં પણ 95,173.70 રૂપિયા પ્રતિ કિલોલિટરથી ઘટાડીને 88,834.27 કરવામાં આવી છે.
ત્રીજો ફેરફાર-એસબીઆઈ ક્રેડિટ કાર્ડ
પહેલી જૂનથી ત્રીજો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે કરવામાં આવ્યો છે. દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ ક્રેડિટ કાર્ડને લઈને નિયમોમાં ફેરફાર લાગુ કર્યા છે. જો તમારી પાસે પણ આ ક્રેડિટ કાર્ડ છે તો આ જાણકારી તમારી માટે ખૂબ મહત્ત્વની છે. પહેલી તારીખે એસબીઆઈ ક્રેડિટ કાર્ડના જે નિયમ બદલાયા છે તે એ છે કે એસબીઆઈના કેટલાક ક્રેડિટ કાર્ડ માટે સરકારથી સંબંધિત ટ્રાંઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ લાગુ નહીં થઈ શકે.
ચોથો ફેરફાર- ડ્રાઈવિંગ લાયન્સ ટેસ્ટ
જૂન મહિનાની પહેલી તારીખે થનારા મોટા ફેરફારમાં ચોથો બદલાવ તમારા ડ્રાયવિંગ લાયસન્સ સાથે સંકળાયેલો છે. આજથી ખાનગી સંસ્થામાં પણ ડ્રાયવિંગ ટેસ્ટ કરાવી શકાશે. અત્યાર સુધી આ ટેસ્ટ માત્ર આરટીઓ કચેરીમાં કરાવવામાં આવતો હતો. હવે ખાનગી સંસ્થામાં પણ લાયસન્સ માટે અરજી કરનાર લોકોએ ડ્રાયવિંગ ટેસ્ટ કરાવાશે. અને તેમને લાયસન્સ અપાશે. જો કે આ વાતનું ધ્યાન રહે કે આ ટેસ્ટ પ્રક્રિયા માત્ર એવા ખાનગી સંસ્થામાં થશે જેને આરટી તરફથી માન્યતા મળેલી હોય. આની સાથે 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરને ગાડી ચલાવતા પકડાશે તો એની પર 25 હજારનો દંડ લાગશે અને આગામી 25 વર્ષ સુધી તેનું લાયસન્સ ઈશ્યૂ નહિ કરવામાં આવે.
પાંચમું પરિવર્તન 14 જૂનથી લાગુ થશે.
આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સમય મર્યાદા વધારીને 14 જૂન કરી દીધી છે. અને આને ધણીવાર આગળ ધપાવવામાં આવી ચુકી છે. આવામાં હવે આને વધુ વધારવાની શક્યતા ઓછી છે. જેથી આને ફ્રીમાં અપડેટ કરવા આધાર કાર્ડ હોલ્ડર પાસે કેટલાક દિવસનો સમય વધ્યો છે. ત્યારબાદ આધાર કેન્દ્રમાં જઈ અપડેટ કરાવવા 50 રૂપિયાનો ચાર્જ આપવો પડશે.