• ભારતીય લોકોનો ડંકો દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ વાગે છે
  • નિકેશ અરોરા વિશ્વભરમાં મળનારા પગાર મુદ્દે બીજા નંબરે છે
  • દિલ્હીમાં આવેલી એક શાળામાં નિકેશ અરોરાએ ભણતર પૂર્ણ કર્યું છે

ભારતીય લોકોનો ડંકો દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ વાગે છે. એનું ઉદાહરણ જોવું હોય તો અમેરિકાની એક કંપનીમાં ભારતીય મૂળના સીઈઓની ચર્ચા ઘણી છે. કારણ કે આ વ્યકિતનો પગાર વિશ્વભરમાં મળનારા પગાર મુદ્દે બીજા નંબરે છે. એક રિપોર્ટ અનુસાર સૌથી વધુ પગાર લેનારની યાદી તૈયાર કરી છે. આ લિસ્ટમાં આ વ્યકિત બીજા સ્થાને છે.

આ ભારતીય મૂળના જે સીઈઓની વાત કરીએ તેનું નામ નિકેશ અરોરા છે. નિકેશ હાલ પાલો ઓલ્ટો નેટવર્કસમાં સીઈઓ છે. 500 સીઈઓ લોકોની યાદીમાં 17 સીઈઓ ભારતીય મૂળના છે. આમાં એડોબના સીઈઓ શાંતનું નારાયણ 11માં સ્થાને છે. નિકેશ અરોરા જે પાલો ઓલ્ટો કંપનીમાં સીઈઓ છે તે એક સિક્યોરિટી ફર્મ છે.

રાજધાની દિલ્હીમાં આવેલી આ શાળામાં ભણતર પૂર્ણ કર્યું
અરોરાએ દિલ્હીની એર ફોર્સ પબ્લિક શાળામાં અભ્યાસ કર્યો છે. તેમને બીએચયુ આઈઆઈટીથી ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું છે. ત્યારબાદ તેઓ અમેરિકા ચાલ્યા ગયા અને ત્યાં બોસ્ટનની નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીમાં એમબીએ કર્યું. શરૂઆતના ગાળામાં તેઓ ગૂગલમાં ચીફ બિઝનેસ ઓફિસર તરીકે કામ કરી ચુક્યા છે. તેમને વર્ષ-2014માં ગૂગલ છોડી દીધી હતી અને જાપાનમાં સોફટબેંકની સાથે નવી શરૂઆત કરી હતી. જો કે અહીં પણ વધુ સમય ન રોકાયા અને વર્ષ-2018માં પાલો ઓલ્ટો સાથે જોડાઈ ગયા છે.

 

આટલો તગડો પગાર મળે છે
અરોરાને કંપની તરફથી 151.43 મિલિયન ડોલર એટલે કે 1261.20 કરોડ રૂપિયા મળે છે. જો કે આમાં એક મોટો હિસ્સો કંપનીથી મળેલા સ્ટોકનો પણ છે. જ્યારે નારાયણનું પેકેજ 44.93 મિલિયન ડોલર એટલે કે આશરે 374 કરોડ રૂપિાનો છે. ઉલ્લેખનીય છે કે નારાયણ ભારતમાં જ પેદા થયા અને અહીં મોટા થયા. સીઈઓ તરીકે સૌથી વધુ પગાર લેનારમાં પ્રથમ નામ બ્રોડકોમના સીઈઓ હોક ટેનનું છે. તેઓનો પગાર 162 મિલિયન ડોલર આશરે 1350 કરોડ રૂપિયા છે.

ટેસ્લાના માલિક પગાર નથી લેતા
વિશ્વની ટેક કંપની દિગ્ગજ કંપની ટેસ્લાના માલિક અને સુંદર પિચાઈ કંપનીથી પગાર રૂપે કશું નથી લેતા. મસ્કે વર્ષ-2023થી પગાર નથી લીધો. જ્યારે આલ્ફાબેટના સુંદર પિટાઈનો 8.80 મિલિયન ડોલર એટલે કે આશરે 73.20 કરોડ રૂપિયા પગાર સ્વરૂપે મળે છે. મેટાના માર્ક ઝુકરબર્ગને વર્ષ-2023માં 24.40 મિલિયન ડોલર એટલે કે 203 કરોડ રૂપિયા પગાલ લીધો હતો.


  • Follow us on: