- બંને બાળકો સ્વસ્થ છે
- અંબાણી પરિવાર દ્વારા નિવેદન જારી
- મુકેશ અંબાણીના પરિવારમાં ખુશીની લહેર
દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બની ગયા છે. ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. અંબાણી પરિવાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ ઈશા અંબાણીએ આજે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, બંને બાળકો સ્વસ્થ છે. આ બાળકોના નામ પણ રાખવામાં આવ્યા છે. જોડિયા બાળકોમાં છોકરીનું નામ આદિયા અને છોકરાનું નામ કૃષ્ણા છે.










