શેરબજાર જ્યારે તેજીમાં હતું ત્યારે તે સમયના લોકપ્રિય સેક્ટર અને થીમૈટિક ઈક્વિટી સ્કીમ હેઠળ ફંડ લોન્ચમાં રોકાણ કરનારા રોકાણકારોને વર્તમાન સમયમાં નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
કેમ કે, હાલ સ્ટોક માર્કેટમાં મંદીનો સૂર ફૂંકાયેલો છે. બજારમાં હાલના દિવસોમાં મોટાપાયે વેચવાલી જોવા મળી રહી છે, જેથી આવા રોકાણકારોની હાલત પાતળી થઈ ગઈ છે. તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલા ઘણાં ફંડ્સની નેટ એસેટ વેલ્યૂ (એનએવી)માં તેમની ઓફર પ્રાઈઝ રૂ.10 પ્રતિ યૂનિટથી 21 ટકા સુધીનો ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. ડિફેન્સ ઈન્ડેક્સ, પીએસયુ ઈન્ડેક્સ, ટૂરિઝમ ઈન્ડેક્સ, મેટલ ઈન્ડેક્સ અને કેટલીક મોમેન્ટમ આધારિત વ્યૂહરચનાઓ પર આધારિત કેટલીક નિષ્ક્રિય યોજનાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ છે. જેમની એનએવી હવે રૂ.આઠથી રૂ.નવની વચ્ચે છે. ડિફેન્સ અને પીએસયુ શેરોમાં ઘટાડો જૂલાઈમાં શરૂ થયો હતો. વિદેશી રોકાણકારોના આઉટફ્લોની શરૂઆતને કારણે બજાર મંદી તરફ આગળ વધ્યું હતું.










