UPI ટ્રાન્ઝેક્શન્સ અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા કરાતી નીચી કિંમતની ચૂકવણી પર સરકારે લાભ આપવાનું બંધ કરી દેતાં, હવે આ પ્રકારના UPI એપ્સ ચોક્કસ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ પર સવલત ફી નાંખવા સહિતની રીતો અપનાવીને પોતાના બહોળા ગ્રાહક વર્ગ પાસેથી નાણાં કઢાવવા રસ્તા શોધી રહ્યા છે.
દાખલા તરીકે હાલમાં જ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ થકી વીજળી કે ગેસબિલની ચૂકવણી કરવા પર ગૂગલ પે દ્વારા હવે 0.5 થી 1 ટકા સુધીનો સવલત ચાર્જ શરૂ કરાયો છે. નીચી કિંમતના ચૂકવણા પર આવી સુવિધાઓ આ પહેલાં વિનામૂલ્ય હતી. જો કે, બેંકખાતા સાથે જોડાયેલા UPI માટે આ સેવાઓ હજી ફરી જ છે. એ જ રીતે ફોનપે અને પેટીએમ દ્વારા પણ જૂદા-જૂદા બિલની ચૂકવણી પર સવલત ફી દાખલ કરાઈ છે, જેમાં પરચૂરણ ખર્ચ ઉપરાંત ક્રેડિટકાર્ડથી ચૂકવણી કે મોબાઈલ રીચાર્જનો સમાવેશ થાય છે. એક અગ્રણી સંસ્થાના અધિકારીએ આ બાબત પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે, મૂલ્યવર્ધિત સેવા સાથે આ પ્રકારની સવલત ફી વસૂલવાથી વ્યાપક ગ્રાહકવર્ગનો લાભ મળી શકે છે. પીઅર-ટૂ-મર્ચન્ટ યાને PટૂM માં થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર્સ (TRAP) દ્વારા પહેલેથી જ માર્જીન રાખવામાં આવે છે. કુલ ચાર્જનો ભલે થોડો હિસ્સો ચાર્જ કરાતો હોવા છતાં તેઓ નફાકારક વેપાર કરી રહ્યા છે.










