દુનિયામાં UPI સર્વિસનો ઉપયોગ વધી રહ્યો છે. Visa અને ક્રિડેટ કાર્ડ અને ડેબિટ કાર્ડને પછાડી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સર્વિસ આગળ નીકળી ગઈ છે. એટલે કે લોકો નાણાંકીય વ્યવહારોમાં સૌથી વધુ UPIનો ઉપયોગ કરવા લાગ્યા છે. UPI સુવિધાના કારણે ટ્રાન્જેકશન કરવાનું સરળ બન્યું છે. ફક્ત 9 વર્ષની અંદર UPIએ 67 વર્ષથી ચાલતા Visa અને Master Cardજેવા પેમેન્ટ સર્વિસને ટક્કર આપી દુનિયાભરમાં અગ્રેસર પેમેન્ટ સિસ્ટમ બનવા જઈ રહી છે. 


UPIના કારણે ટ્રાન્જેકશન બન્યું સરળ

તાજેતરમાં UPI ના વ્યવહારોના આંકડા સામે આવ્યા છે. આ આંકડા મુજબ 1 જૂન, 2025 ના રોજ UPI દ્વારા 64.4 કરોડ વ્યવહારો કરવામાં આવ્યા. જ્યારે તેની સરખામણીએ નાણાકીય વર્ષ 24માં Visa દ્વારા 64 કરોડ જેટલા વ્યવહારો થયાનું સામે આવ્યું હતું. જૂન મહિનામાં શરૂઆતના ત્રણ દિવસોમાં જ UPIએ Visaનો રેકોર્ડ તોડ્યો. પ્રથમ ત્રણ દિવસમાં જ UPI સર્વિસમાં 64.8 કરોડ વ્યવહાર થયા હોવાના આંકડા સામે આવ્યા. અર્થાત માસ્ટરકાર્ડ અને વિઝા ના બદલે લોકોમાં UPIનો ઉપયોગ વધ્યો છે. ભારતમાં UPIનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. લોકો નાણાકીય ટ્રાન્જેકશન માટે UPI દ્વારા ડિજિટલ વ્યવહાર કરે છે. 

સરળ સુવિધાને કારણે લોકોની પસંદગી UPI 

બિઝનેસ નિષ્ણાત મુજબ બહુ જલદી UPI રોજિંદા વપરાશ એટલે નાણાકીય વ્યવહારોમાં થતા દૈનિક ઉપયોગમાં Visa ને પાછળ છોડી દેશે. નાણાકીય વ્યવહારોમાં ઉપયોગમાં લેવાતા વિઝા અને યુપીઆઈના આંકડા સામે આવ્યા છે જે બતાવે છે કે વર્ષ 2025માં UPI પેમેન્ટનો ઉપયોગ વધશે. વિશ્વભરમાં દરરોજ Visa પેમેન્ટ સર્વિસ હેઠળ 64 કરોડ વ્યવહારો થાય છે. જ્યારે ફક્ત જૂન મહિનાના ત્રણ દિવસના આરંભના ડેટા બતાવે છે કે UPI દૈનિક વ્યવહારમાં 65 કરોડથી વધુ વ્યવહારો કરે તેવી અપેક્ષા છે. નિષ્ણાતોના મતે, 2029 સુધીમાં, UPI દ્વારા વાર્ષિક 43900 કરોડ વ્યવહારો થવાની સંભાવના છે. કહી શકાય કે UPI સરળ સુવિધાને કારણે વિશ્વભરમાં ચુકવણી માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું વ્યવહાર મોડેલ બની રહ્યું છે.

  • Follow us on: