છેલ્લા એકાદ વર્ષથી પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધને પગલે મહત્ત્વના ગણાતા રાતા સમુદ્ર માર્ગે વહાણવટા થકી થતો વેપાર ખોરવાતાં, વર્ષ 2025 માટેના વૈશ્વિક વેપારના અગાઉના 3.3 ટકાના અનુમાનને વિશ્વ વેપાર સંગઠને તેને ઘટાડીને 3 ટકા કરી નાંખ્યું છે.
તેનાથી વિપરીતપણે, WTOએ વર્ષ 2024ના પોતાના અગાઉના અનુમાનને 2.6 ટકાથી વધારીને 2.7 ટકા સુધી વધાર્યું છે. જો કે, WTOના દ્વિ-વાર્ષિક અહેવાલ ગ્લોબલ ટ્રેડ આઉટલૂક એન્ડ સ્ટેટિસ્ટીક્સમાં એવી ચેતવણી ઉચ્ચારી છે કે, પ્રાદેશિક સંઘર્ષ, ભૌગોલિક તણાવ અને નીતિમાં અનિશ્ચીતતાને પગલે આ અનુમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. પશ્ચિમ એશિયામાં જો સંઘર્ષ વધતાં જો વહાણવટા વેપાર વધુ ખોરવાય તો, વૈશ્વિકસ્તરે ઈંધણના ભાવોમાં ઉછાળો અનુભવાય.
વૈશ્વિક બજારની અંતરંગ બાબતોનો અભ્યાસ કરતી S&P દ્વારા વૈશ્વિક પરચેઝિંગ મેનેજરોના સૂચકાંક સરવેને આની સાથે જોડીએ તો એમ જણાય છે કે, વર્ષ 2024ના ત્રીજા સમયગાળામાં બિઝનેસમાં ધીમી ચાલ જ રહી. જે પી મોર્ગન દ્વારા અપાતા નિકાસ ઓર્ડર સૂચકાંકમાં પણ ઓગષ્ટના 48.9ની સામે ઘટાડો થતાં તે 48.4 નોંધાયો, જે ડિસેમ્બર, 2023થી માંડીને અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો દર્શાવે છે. સેવા નિકાસ બિઝનેસમાં વિકાસની સામે નિર્માણક્ષેત્રમાં વણસતી સ્થિતીને પગલે આવી મંદી જોવા મળી.
અનેક જૂથોની ચર્ચાઓ પરથી તારણ બહાર આવે છે કે, વૈશ્વિક નિર્માતાઓમાં અનિશ્ચીતતા વધી રહી છે, જેની માંગ ક્ષેત્રે નકારાત્મક અસર જોવાય છે. ખરીદી સેક્ટરમાં આર્થિક જોખમની સ્થિતી આ વર્ષે મહત્તમસ્તરે પહોંચી અને નિર્માતાઓએ સ્ટોક કરવાનું ચાલુ કર્યું નથી, જેને પગલે સલામત જથ્થાનું સ્તર લાંબાગાળાની સરેરાશથી નીચી રહી છે. તેને પગલે નિર્માણક્ષેત્રે નિકાસ ઓર્ડરમાં ઘટાડો થતાં તે 3-4 ટકે પહોંચી જે 2024ના ત્રીજા સમયગાળા સુધીમાં વૈશ્વિકસ્તરનો વોલ્યુમ ઘટાડો બતાવે છે.
છેલ્લા એકાદ વર્ષમાં જ્યાં નિકાસ ઓર્ડરમાં સૌથી ઝડપી કડાકો નોંધાયો છે, એવા સમયે ધીમી નિકાસની અસર નિર્માણ સેક્ટર પર પડે છે. સામે છેડે, ઓગષ્ટ 2023થી હાલ સુધીમાં સેવા નિકાસમાં સૌથી ઝડપી વધારો થયો. વિકસિત બજારો આ મંદીમાં અગ્રેસર છે, તો ઉપસતાં બજારો પણ તેનાથી પર નથી. આ પ્રદેશોમાં છેલ્લા દસ માસ પૈકી સપ્ટેમ્બરમાં સતત બીજા મહિને આવો નિકાસ ઘટાડો જોવાયો. ઓગષ્ટ 2023થી હાલ સુધીમાં સૌથી વધુ નિકાસમંદી જોવાઈ તેની સામે સેવાનિકાસ ક્ષેત્રે વધારો નોંધાયો. આંતરરાષ્ટ્રીય વેપારમાં સૌથી નિર્ણાયક વહાણવટા માર્ગો પર હુથી ઉગ્રવાદીઓ દ્વારા ધમકી ઉચ્ચારાતાં પરિસ્થિતી કપરી બની છે. ઈરાનનો ટેકો ધરાવતા આ ઉગ્રવાદીઓએ ઈઝરાયેલી બંદરો પરથી નિકળતાં અને અમેરિકા તથા બ્રિટનના શિપમેન્ટ્સને ધમકી ઉચ્ચારી છે કે, તેઓ જો તેમની શરતોને નહીં માને તો ગંભીર પરિણામો આવશે. વધારામાં ઓટોમોટિવ સેક્ટરમાં ઘટાડો ચિંતાજનક છે, જે વ્યાપક વૈશ્વિક વેપાર પર અસર કરી શકે. યુરોપમાં મશિનરી નિર્માણમાં સૌથી મોટી ચીનથી કરાતી આયાતમાં ઘટાડો જોવાયો. ભૂ-રાજકીય ફાંટાને પગલે જ આ ઘટાડો જોવાયો એવું નથી કેમ કે, અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાનથી કરાતી આયાતમાં પણ ઘટાડો જોવાયો. વિપરીતપણે, ભારત અને વિયેટનામથી કરાતી આયાત વધી રહી છે, જે આ દેશોની સંયોજક અર્થતંત્રની ભૂમિકા બતાવે છે.
સારી વાત એ છે કે, મહત્ત્વના એશિયાઈ નિર્માણ આયાતકાર દેશો જેવા કે, ચીન, સિંગાપોર અને દક્ષિણ કોરિયા ફરી વેગ પકડી રહ્યા છે. ચીનની નિકાસ મધ્યમ રહી છે ત્યારે સિંગાપોર, મલેશિયા, ભારત અને વિયેટનામ જેવા એશિયાઈ દેશોમાં મજબૂત આયાતવધારો નોંધાયો છે. વૈશ્વિક વેપારમાં આ દેશોની ભૂમિકા નિખરી છે અને તેને લીધે તેમાં પરિવર્તનનો પવન અનુભવાય છે.