ઝાયડસ લાઇફ્સાયન્સિસે શુક્રવારે જણાવ્યું હતું કે તેને મલ્ટીપલ સ્ક્લેરોસિસની સારવાર માટે જેનેરિક મેડિકેશનના માર્કેટિંગ માટે યુએસ હેલ્થ રેગ્યુલેટર તરફ્થી મંજૂરી મળી છે.


કંપનીને Glatiramer Acetate ઇન્જેક્શન, 20 mg/mL અને 40 mg/mL, સિંગલ ડોઝ પ્રીફ્લ્ડિ સિરિંજ માટે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફ્ડીએ) તરફ્થી મંજૂરી મળી ગઈ છે.કંપનીની પ્રોડક્ટ Copaxoneનું જેનેરિક વર્ઝન છે જેને મલ્ટીપલ સ્ક્લેરોસિસ (એમએસ)ના રિલેપ્સિંગ ફેર્મ્સની સારવાર માટે સૂચવવામાં આવે છે. ઝાયડસે જણાવ્યું હતું કે Chemi S.p.A. સાથેના સહયોગમાં વિકસાવાયેલી આ પ્રોડક્ટનું સંપૂર્ણપણે ઉત્પાદન યુરોપમાં થશે.ઝાયડસ લાઇફ્સાયન્સિસના એમડી શર્વિલ પટેલે જણાવ્યું હતું કે આ મંજૂરી જટિલ, અલગ અલગ પ્રકારના જેનેરિક્સને બજારમાં લાવવામાં ઝાયડસની લીડરશિપ દર્શાવે છે અને તે દર્દીઓ માટે વ્યાપક શ્રેણીની ચિકિત્સા પસંદગીઓ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. IQVIA MAT ડેટા મુજબ Glatiramer Acetate ઇન્જેક્શનનું અમેરિકી માર્કેટમાં વાર્ષિક વેચાણ ૭૧૯ મિલિયન યુએસ ડોલર જેટલું હતું. ઝાયડસ લાઇફ્સાયન્સિસના શેર્સ બીએસઈ પર 0.48ટકા વધીને રૂ. 876 પ્રતિ શેર પર ટ્રેડ થઈ રહ્યા હતા.


  • Follow us on: